Cyclone Biparjoy LIVE : સાંજે 6 થી 9 દરમિયાના જખૌ બંદર પર ટકરાઈ શકે છે વાવાઝોડું

ગુરુવાર, 15 જૂન 2023 (12:00 IST)
biporjoy
- વાવાઝોડું કચ્છનાં માંડવી અને જખૌ બંદર પાસે 15 જૂને ટકરાશે
- કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર
- બુધવાર સવારની સ્થિતિ પ્રમાણે વાવાઝોડું અરબી સમુદ્રમાં જખૌ બંદરથી 280 કિલોમિટર દૂર હતું
- વાવાઝોડું દેવભૂમિ દ્વારકાથી 290 કિલોમિટર દૂર છે, જ્યારે નલિયાથી 300 કિલોમિટર દૂર છે
- બુધવારે જામનગર, પોરબંદર, રાજકોટમાં 65-75 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
- કચ્છ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પણ 65-75 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
- બિપરજોય વાવાઝોડું ત્રાટકશે ત્યારે 150 કિલોમિટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવાની શક્યતા



આજે વાવાઝોડાની ગુજરાતમાં એન્ટ્રી થશે.અરબી સમુદ્રમાં વાવાઝોડું બિપરજોય સૌરાષ્ટ્ર-કચ્છ તરફ ઝડપી પવન સાથે આગળ વધી રહ્યું છે. દરિયામાં આ વાવાઝોડું 3 કિમી પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે, પરંતુ ગુજરાત હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહંતીના કહેવા મુજબ, આ સ્પીડ વધી શકે છે. 'બિપરજોય' વાવાઝોડું આજે સાંજે જખૌ પોર્ટ નજીકથી પસાર થવાની સંભાવના છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. આજે સાંજ સુધીમાં જખૌની નજીક માંડવી અને પાકિસ્તાનના કરાંચી વચ્ચે બીપરજોય લેન્ડફોલ થશે.વાવાઝોડું દરિયાકાંઠે ટકરાશે ત્યારે પવનની ઝડપ 150 kmph સુધી રહેશે.જોકે 16 અને 17 જૂને બિપરજોયનો આફ્ટર શોક ચોંકાવશે.
 
બિપરજોય વાવાઝોડું : આ ત્રણ જિલ્લામાં રેડ ઍલર્ટ, ભારે વરસાદની ચેતવણી ક્યાં અપાઈ?
 
અરબ સાગરમાં સર્જાયેલ બિપરજોય વાવાઝોડાને કારણે ગુજરાત સરકાર અને ખાસ કરીને કાંઠા વિસ્તારે આવેલા જિલ્લાઓના વહીવટી તંત્ર માટે પડકારજનક સ્થિતિ ઊભી થઈ છે. ભારતીય હવામાન વિભાગની અંતિમ અપડેટ અનુસાર 'અતિ પ્રચંડ સાયક્લોનિક સ્ટોર્મ' બિપરજોય બુધવારે વહેલી સવાર સુધીમાં દેવભૂમિ દ્વારકાથી 290 કિલોમિટર, પોરબંદરથી 350 કિલોમિટર, નલીયાથી 300 કિલોમિટર, કચ્છના જખૌ બંદરથી 280 કિલોમિટર દૂર તેમજ પાકિસ્તાનના કરાચી બંદરથી 340 કિલોમિટર દૂર છે.
 
બિપરજોય પાછલા છ કલાકથી ત્રણ કિલોમિટરની પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.
 
વાવાઝોડું ઉત્તરપૂર્વ દિશા તરફ આગળ વધી સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ પાકિસ્તાનના દરિયા કાંઠેથી પસાર થશે. હવામાન વિભાગની આગાહી અનુસાર 15 જૂન એટલે કે ગુરુવારે વાવાઝોડું માંડવી કરાચી વચ્ચેથી કચ્છના જખૌ બંદર પાસેથી પસાર થશે.
 
બિપરજોય વાવાઝોડું હાલ કઈ દિશામાં છે?
 
હવામાન વિભાગ તરફથી મળતી માહિતી અનુસાર, અતિ ભારે વાવાઝાડું બિપરજોય ઉત્તર પૂર્વ તરફ અરબ સાગરથી પસાર થઈ રહ્યું છે જેના લીધે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકિનારે રેડ સિગ્નલ આપવામાં આવ્યું છે.
 
હવામાન વિભાગની માહિતી મુજબ, આ વાવાઝોડું હાલ ઉત્તર પૂર્વમાં અરબ સાગરથી પૂર્વ ઉત્તર પૂર્વ તરફ આગળ વધ્યું છે. હાલ આ વાવાઝોડું છેલ્લા છ કલાકથી 7 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.
 
સંભવિત વાવાઝોડાને પગલે મોબાઇલ ફોનમાં કોઈ પણ નેટવર્કનો ઉપયોગ કરી શકાશે
 
હવામાન વિભાગની આગાહી અનુસાર 15 જૂન એટલે કે ગુરુવારે વાવાઝોડું માંડવી કરાચી વચ્ચેથી કચ્છના જખૌ બંદર પાસેથી પસાર થશે.
 
એવામાં અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થવાની અને મોબાઇલ નેટવર્ક ન પકડવાની ઘટના બને એ સ્વાભાવિક છે. એવામાં ગુજરાત સરકારે રાહતના સમાચાર આપ્યા છે.
 
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાના સોશિયલ મીડિયા ટ્વિટર એકાઉન્ટ પરથી મોબાઇલ ધરાવતા લોકો માટે સમાચાર આપ્યા છે.હર્ષ સંઘવીના ટ્વીટ અનુસાર, બુધવારથી લઈ 17 જૂન રાત્રે 12 વાગ્યા સુધી જો કોઈ ટેલિકૉમ સેવાથી નેટવર્ક ન આવતું હોય તો મોબાઇલ ફોનના સેટિંગમાં જઈ, સીમ કાર્ડનો વિકલ્પ પસંદ કરી, મોબાઇલ નેટવર્કના વિકલ્પ પર જઈ, મેન્યુઅલી કોઈ પણ ટેલિકૉમ સેવાની પસંદગી કરી શકાય છે.
 

11:59 AM, 15th Jun
બિપોરજોયને લઈને સૌથી મોટા સમાચાર- વાવાઝોડાના સમયને લઈને થશે છે ફેરફાર- સાંજે 6 થી 9 દરમિયાના જખૌ બંદર પર ટકરાઈ શકે છે વાવાઝોડું. અગાઉ આંજે 5 વાગ્યે વાવઝોડુ ટકરાયા તેવી હવામાના વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરાઈ હતી. 

11:36 AM, 15th Jun
હાલ 'બિપરજોય' વાવાઝોડું જખૌથી 180 કિલોમીટર દૂર છે. જ્યારે દ્વારકાથી 210 કિલોમીટર, નલીયાથી 210 કિલોમીટર અને પોરબંદરથી 290 કિલોમીટર દૂર છે. વાવાઝોડું હાલ પ્રતિકલાક 6 કિમીની ગતિથી આગળ વધી રહ્યું છે. જોકે, પવનની ગતિમાં ઘટાડો થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 'બિપરજોય' વાવાઝોડું આજે સાંજે જખૌ પોર્ટ નજીકથી પસાર થવાની સંભાવના છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. મુખ્યમંત્રીએ પ્રભાવિત જિલ્લાના અલગ અલગ ગામના સરપંચો સાથે ડેશબોર્ડના માધ્યમથી વાતચીત કરી હતી. આજે દ્વારકા અને કચ્છ તેમજ જામનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે. પાવાગઢનું મંદિર 15 તારીખથી 16 તારીખે બપોર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. શ્રી સોમનાથ મંદિર તેમજ સોમનાથ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિર દર્શનાર્થીઓ માટે આજે 15 તારીખના રોજ બંધ રેહશે.વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાને લઇ કચ્છની શાળા, કોલેજોમાં વધુ 2 દિવસની રજા જાહેર કરાઈ છે. હવે 17જૂન સુધી શૈક્ષણિક કાર્ય સંપૂર્ણ બંધ રહેશે. સરકારી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરાઇ છે. જોકે, આચાર્ય તથા સ્ટાફે હેડ કવાર્ટર પર ફરજિયાત હાજરી આપવાની રહેશે. બીજી તરફ ભુજ-નખત્રણા ધોરીમાર્ગ વચ્ચેના શિવમ પાટિયા નજીક જાહેર ખબરના હોર્ડિગ ઉતારવામાં ના આવતા આજે ભારે પવન આવતા હોડિંગ ધરાશાયી થયા હતા. 'બિપરજોય' વાવાઝોડું કચ્છ તરફ આગળ વધી રહ્યું છે. જખૌ બંદરથી માત્ર 180 કિલોમીટર દૂર છે. આજે ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી આપવામાં આવી છે. જેને લઈ હાલ માંડવી ખાતે વરસાદ વરસી રહ્યો છે તેમજ માંડવીના દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે. માંડવીના દરિયામાં 15 થી 20 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે.

10:07 AM, 15th Jun
 
બિપરજોય ઝડપથી આગળ વધ્યુ 
કચ્છના જખૌ બંદરથી માત્ર 180 કિમી દૂર 
અરબ સાગરમાં સર્જાયેલો ચક્રવાત બિપરજોયા હવે ગુજરાતની નજીક પહોંચ્યુ છે. હાબલ બિપરજોયા વાવાઝોડુ જખૌથી 180 કિલોમીટર દૂર છે. જ્યારે દ્વારાથી 210 કિલોમીટરા, નલીયાથી 210 કિલોમીટરા અને પોરબંદરથી 290 કિલોમીટરા દૂર છે. વાવાઝોડુ હાલા પ્રતિકલાકા 6 કિમીની ગતિથી આગળા વધી રહ્યુ છે. 
 

09:53 AM, 15th Jun
વાવાઝોડાની અસર માંડવીમા જોવાઈ, જોરદાર વરસાદની આગાહી  


09:16 AM, 15th Jun
 
બિપરજોયને કારણે 69 ટ્રેનો રદ
પશ્ચિમ રેલ્વેના સીપીઆરઓએ માહિતી આપી છે કે ચક્રવાત બિપરજોયના પગલે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલા તરીકે 69 ટ્રેનો રદ કરવામાં આવી છે, 33 ટ્રેનોને ટૂંકા ગાળા માટે રદ કરવામાં આવી છે, જ્યારે 27 ટ્રેનોને ટૂંકા ગાળા માટે શરૂ કરવામાં આવી છે.
 
ગાંધીધામ રેલ્વે સ્ટેશનથી તમામ ટ્રેનો રદ્દ થતા શુન્યવત શાંત થઈ ગયુ છે. આવી જ રીતે કંડલા એરપોર્ટએ પણ 14-15 જૂનના તેની ફ્લાઈટ રદ્દ કરીને ગતિવિધિને ઠપ્પા કરાઈ હોવાનુ જાહેર કર્યુ છે.  દિન દયાલા પોર્ટા ઓથોરિટી,  કંડલા પોર્ટે તો બે દિવસથી બધા જહાજોને રવાના કરી કામગીરી ઠ્પ્પા કરી દીધી છે. 

09:05 AM, 15th Jun

આજે  દ્વારકાનું પ્રસિદ્ધ મંદિર બંધ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ મંદિરને ગુરુવારે સંભવિત વાવાઝોડાના કારણે બંધ રાખવામાં આવશે. આ અંગે જિલ્લાના એસડીએમ પાર્થ તલસાણિયાએ માહિતી આપી હતી.


09:02 AM, 15th Jun
વાવાઝોડા દરમિયાન મોબાઈલ નેટવર્ક જતું રહેશે તો શું કરશો ?
 
અન્ય ઓપરેટરનું નેટવર્ક વાપરવા માટે મોબાઈલમાં નીચે મુજબ સેટિંગ કરો
 
મોબાઇલ સેટિંગ્સ > સિમ કાર્ડ > મોબાઇલ નેટવર્કને મેન્યુઅલી પસંદ કરો
 
આ સુવિધા કચ્છ, પોરબંદર, જુનાગઢ, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને મોરબી જિલ્લામાં ઉપલબ્ધ રહેશે.
 
આ સુવિધા કચ્છ, પોરબંદર, જુનાગઢ, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને મોરબી જિલ્લામાં 17 જૂન 2023 સુધી ઉપલબ્ધ રહેશે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર