ગુજરાતમાં કોરોનાના કેસની રોજને રોજ નવી નવી તોફાની આંધી આવી રહી છે. જેને જોતા હવે દરેક લોકોએ વધુ સાવધ રહેવાની જરૂર છે. છેલ્લા 24 કલાકમાં 24,485 કેસ કોરોના પોઝિટિવ આવતા સરકાર અને તંત્ર પણ વધુ સાબદુ થઈ ગયુ છે. આજે સૌથી વધુ અમદાવાદમાં 9957 કેસ સામે આવ્યા છે જ્યારે સુરતમાં 3709 કેસ તો રાજકોટમાં 1521 કેસ, વડોદરામાં 3194 કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં 734 કેસ, ભાવનગરમાં 587 કેસ સામે બહાર અવાતા ફરી ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તો 13 લોકોના મોત થયા છે 10,310 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,048,888 સુધી પહોંચી ગઈ છે.કોરાનાગ્રસ્ત કુલ 156 દર્દીઓ હાલ વેન્ટિલેટર પર જ્યારે અત્યાર સુધી કોરોનાને કારણે રાજ્યમાં કુલ 10,199 મૃત્યુ થયા છે. હવે કોમ્યુનિટી સ્પ્રેડ થઈ ગયું હોવા સામે કોઈ શંકા નથી. છેલ્લા 24 કલાકમાં 13 દર્દીઓના મોત થયા છે અને 10 હજાર 310 દર્દી ડિસ્ચાર્જ થયા છે. કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંકડો 10 લાખ અને એક્ટિવ કેસનો આંકડો 1 લાખને પાર થયો.
રાજ્યમાં બીજી લહેરમાં સૌથી વધુ 14 હજાર 605 કેસ 30 એપ્રિલે નોઁધાયા હતા. જે 263 દિવસ અગાઉ હતાં, તો 232 દિવસ બાદ 13નાં મોત થયાં છે. અગાઉ 5 જૂને 13નાં મોત નોંધાયા હતા.
રાજ્યમાં આજે 24485 કેસ નોંધાતા હવે બીજી લહેરની પીક તોડી નાંખી છે. 30 એપ્રિલ 2021ના રોજ બીજી લહેરની પીક 14605 કેસ પર આવી હતી. જ્યારે પહેલી લહેરની પીક 27 નવેમ્બરના રોજ 1607 કેસ પર આવી હતી. હવે નવા કેસો 20 હજારને પાર થઈ ગયા છે, જેથી ત્રીજી લહેરની પીક કેટલા કેસ પર આવશે?
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના આંકડા
અમદાવાદ કોર્પોરેશનમાં 9837
સુરત કોર્પોરેશનમાં 2981
વડોદરા કોર્પોરેશનમાં 2823
રાજકોટ કોર્પોરેશનમાં 1333
સુરતમાં 728, આણંદમાં 558
ભાવનગર કોર્પોરેશનમાં 529
ગાંધીનગર કોર્પોરેશનમાં 509
જામનગર કોર્પોરેશનમાં 470
જુનાગઢ કોર્પોરેશનમાં 129
વલસાડમાં 446
ભરૂચમાં 408
વડોદરામાં 371
મહેસાણામાં 354
કચ્છમાં 346
નવસારીમાં 297
ગાંધીનગર 225
મોરબીમાં 20
રાજકોટમાં 188
પાટણમાં 180
બનાસકાઠા 174
સુરેન્દ્રનગરમાં 156
અમરેલીમાં 128
જામનગરમાં 128
અમદાવાદમાં 120
પોરબંદરમાં 117
ખેડામાં 112
સાબરકાંઠામાં 111
પંચમહાલમાં 110
દાહોદમાં 82
તાપીમાં 70
ભાવનગરમાં 58
દેવભૂમિ દ્વારકા 45
ગીરસોમનાથ 40
જૂનાગઢ 30
મહીસાગર 24
અરવલ્લીમાં 18
બોટાદમાં 15
નર્મદા 14
ડાંગમાં 9
છોટાઉદેપુરમાં 5
ગુજરાતમાં આજે કોરોનાને લીધે 13 લોકોના મૃત્યુ થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 7, સુરત કોર્પોરેશનમાં 2, જામનગર કોર્પોરેશનમાં 1, રાજકોટમાં 1 અને ગાંધીનગરમાં એક, ખેડામાં 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે.
ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 104888 થઈ ગઈ છે. જેમાં 156 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10199 લોકોના નિધન થયા છે. કોરોનાની સારવાર બાદ 8,86,476 લોકો સાજા થઈ ચુક્યા છે. રાજ્યનો રિકવરી રેટ 88.51 ટકા છે.
રાજ્યમાં આજે 2 લાખ 47 હજાર 111 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધી 9 કરોડ 58 લાખ 29 હજાર 203 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.