હનુમાનજીના ભીંતચિત્રો પર વિવાદ વકર્યો:ભીંતચિત્રો પર કાળો રંગ કરનારના સમર્થનમાં સાધુ-સંતો

Webdunia
રવિવાર, 3 સપ્ટેમ્બર 2023 (10:32 IST)
સાળંગપુરમાં ભગવાન હનુમાન દાદાને લઈને વિવાદનો સ્તર સતત વધતો જાય છે. ત્યારે હવે રાજકોટમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ પણ આ મામલે મેદાને આવીને ભીંતચિત્રો હટાવવા માગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે મંદિરનો પૂજારી હોય તો તેને પૂજારી તરીકે રહેવાય.
 
શું છે મામલો 
સાળંગપુરમાં હનુમાનજીની 54 ફૂટની ઉંચી પ્રતિમા નીચે આવેલા ભીંતચિત્રમાં હનુમાનજીને નીલકંઠવર્ણીને પ્રણામ કરતા બતાવ્યાનો વિરોધ હવે વધુ ઉગ્ર બન્યો છે. આજે સાળંગપુરમાં એક વ્યક્તિએ આ વિવાદિત ભીંતચિત્રો પર કાળો કલર લગાવ્યા બાદ કેટલાક ચિત્રોને ખંડિત કર્યા છે. જો કે પોલીસે આ શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા આ શખ્સની પૂછપરછ કરાઈ છે. હાલ પોલીસે બેરિકેટ લગાવીને વિસ્તારને કોર્ડન કર્યો છે.
 
આ ઉપરાંત વધુમાં તેણે કહ્યું કે સ્વામિનારાયણ એ ભગવાન છે જે લોકો નથી માનતા એ લોકોને આનાથી તકલીફ થઈ રહી છે સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓએ આનાથી નિરાશ થવાની કોઈ જરૂર નથી.હનુમાનજીની વિરાટ પ્રતિમાની નીચે લાગેલા કેટલાક ભીંતચિત્રોના ફોટા વાયરલ થયા છે. જેમાં જોઈ શકાય છે કે, ભગવાન હનુમાનજી સહજાનંદ સ્વામીની સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં નજરે પડી રહ્યા છે.

સંબંધિત સમાચાર

Next Article