બચપન કા પ્યાર ગીત ખૂબ સાંભળ્યું હવે 'બચપન કા પ્યાર' ખરીદો માત્ર 580 રૂપિયામાં

Webdunia
શુક્રવાર, 20 ઑગસ્ટ 2021 (11:03 IST)
તહેવારોની સિઝનમાં મિઠાઇઓનું ધૂમ વેચાણ થાય છે. તહેવારોની સિઝનમાં મિઠાઇની ડિમાન્ડ ખૂબ વધી જાય છે, અને જ્યારે માર્કેટમાં નવી મિઠાઇ આવે તો સ્વાદ રસીકોને મજા પડી જાય છે. ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા બચપન કા પ્યાર ગીતએ ખૂબ ધૂમ મચાવી છે. ત્યારે સુરતમાં બચપન કા પ્યાર મીઠાઇ ખૂબ મચાવી રહી છે. તો આવો જાણીએ આ બચપન કા મીઠાઇ મિઠાઇ વિશે...
સુરત શહેરમાં 580 રૂપિયામાં એક કિલો 'બચપન કા પ્યાર'  મિઠાઇ વેચાઇ રહી છે. આ વાત સાંભળીને થોડું વિચિત્ર જરૂર લાગશે પરંતુ આ વાત 100 ટકા સાચી છે. 'બચપન કા પ્યાર' પણ સુરતની મિઠાઇની દુકાનમાં વેચાઇ રહી છે જેને ખરીદવા અને જોવા માટે લોકો આવી રહ્યા છે. 
 
સુરતની આ મિઠાઇની દુકાનમાં ફક્ત 'બચપન કા પ્યાર' જ નહી પરંતુ દેશ અને દુનિયાની સૌથી સસ્તું ગોલ્ડ એટલે કે સોનું પણ 9 હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહ્યું છે. આ બંને વસ્તુઓ શહેરમાં ચર્ચાનો વિષય બની છે. 
 
હાલમાં સોશિયલ મીડિયા પર 'બચપન કા પ્યાર' ગીત ખૂબ વાયરલ થઇ રહ્યું છે અને આ બચપન કા પ્યાર ને લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. એવું જ કંઇક જોવા મળી રહ્યું છે સુરતની આ 24 કેરેટ નામની મિઠાઇની દુકાનમાં જ્યાં 'બચપન કા પ્યાર' 580 રૂપિયે કિલો વેચાઇ રહ્યું છે. 
 
અહીં 'બચપન કા પ્યાર' મિઠાઇના રૂપમાં હાજર છે જે આ રક્ષાબંધન પર ભાઇ અને બહેન વચ્ચે બાળપણની યાદ અપાવશે. જોકે આ મિઠાઇને બનાવનાર દુકાનદાર રાધા મિઠાઇવાળાનું કહેવું છે કે આ મિઠાઇમાં બબલગમ ફેલ્વરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ઘણા સમય પહેલાં બાળકોની મનપસંદ ચોકલેટ હતી. બબલગમ ફ્લેવરની મિઠાઇ ખાધા પછી ભાઇ બહેનને બાળપણની યાદ અપાવશે. એટલા માટે તેનું નામ 'બચપન કા પ્યાર' રાખવામાં આવ્યું છે. 
 
એટલું જ નહી મિઠાઇની આ દુકાનમાં 9000 રૂપિયા કિલોના ભાવની ગોલ્ડ મિઠાઇ પણ ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. દુકાનદારના અનુસાર ખાવાના શોખીન લોકો આ મિઠાઇને ખરીદે છે. 
 
24 કેરેટ દુકાનના માલિકે જણાવ્યું હતું કે ગત વર્ષે લોકડાઉનના લીધે મિઠાઇ વેચનારાઓને મોટું નુકસાન વેઠવું પડ્યું હતું, પરંતુ આ વખતે જ્યારે રાજ્યમાં કોરોનાના કેસ ઓછા થઇ ચૂક્યા છે તો વેચાણ પણ વધી રહ્યું છે અને વિદેશમથી તેમના ત્યાં ગોલ્ડ મિઠાઇ ના ઓર્ડર આવી રહ્યા છે. 
 
રક્ષાબંધનને લઇને 'બચપન કા પ્યાર' મિઠાઇની કેવી ખરીદી થશે. તે કહેવું મુશ્કેલ છે પરંતુ 9 હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાનાર ગોલ્ડ મિઠાઇના ગ્રાહકો અમને જરૂર દુકાનમાંથી જ મળી જશે. 
 
પોતાની પ્રોડક્ટની બ્રાંડિંગ અને માર્કેટિંગને જ્યાં કંપનીઓ અન્ય પ્રતિષ્ઠિત મોડલ વગેરે પર લાખો રૂપિયા ખર્ચ કરે છે તો બીજી તરફ આ દુકાનદારે 'બચપન કા પ્યાર' વાળો વાયરલ વીડિયોનો ઉપયોગ કરી પોતાની પ્રોડક્ટની માર્કેટિંગ કરી નાખ્યું છે.

સંબંધિત સમાચાર

Next Article