સુરતની આગની ઘટના પછી જાગી ગુજરાત સરકાર,તમામ ટ્યુશન ક્લાસીસ બંધ

Webdunia
શનિવાર, 25 મે 2019 (07:11 IST)
સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા એપાર્ટમેન્ટના બીજા માળે ચાલતા ટ્યુશન ક્લાસિસમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. પ્રચંડ આગને કારણે 21 વિદ્યાર્થીઓના મોત થયા છે. સુરતની આગની ઘટનાના પડઘા છેક ગાંધીગનરથી લઈને રાજધાની દિલ્હી સુધી પડ્યાં છે. આ ઘટના બાદ તંત્ર સફાળુ જાગ્યું છે અને શિક્ષણ ક્લાસિસને લઈને કડક આદેશ આપવામાં આવ્યા છે.  જ્યાં સુધી અન્ય કોઈ આદેશ ન મળે ત્યાં સુધી તમામ ટ્યુશન ક્લાસીસ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. ટ્યુશન ક્લાસીસની તમામ સુરક્ષા માટે NOC લેવું ફરજિયાત છે. અમદાવાદ મનપા કમિશનર વિજય નેહરાએ આ આદેશ કર્યો છે. વિજય નેહરાએ કહ્યું, ગેરકાયદેસર ચાલતા ક્લાસીસ બંધ કરવામાં આવશે.
<

We have to take drastic action if we want to avoid such accidents and prevent the loss of lives.

I have directed AMC officers to CLOSE ALL TUITION CLASSES in Ahmedabad City till further orders.

— Vijay Nehra (@vnehra) May 24, 2019 >
અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ આ આદેશ જાહેર કર્યો છે. વિજય  નહેરાએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. જોકે આ આદેશમાં એ સ્પષ્ટ નથી કે શૈક્ષણિક ટ્યૂશન ક્લાસિસ ક્યાં સુધી બંધ રાખવા. પરંતુ જ્યાં સુધી આગામી આદેશ ના આપવામાં આવે ત્યાં સુધી આ આદેશનું પાલન કરવાનું રહેશે અને ટ્યૂશન ક્લાસિસ બંધ રહેશે.
<

The Tuition class owners are being directed to comply with fire safety norms and obtain necessary Fire NOCs.

— Vijay Nehra (@vnehra) May 24, 2019 >

સંબંધિત સમાચાર

Next Article