યુપીના લખીમપુર(UP Lakhimpur Violence)માં ખેડૂતો અને મંત્રીના પુત્ર વચ્ચે થયેલી અથડામણ બાદ હિંસક ઘટનામાં આઠ લોકોના મોત થયા પછી સમગ્ર યુપીમાં દેખાવો અને હંગામો ચાલુ છે. કૃષિ કાયદા અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્ર ટેનીના નિવેદનનો વિરોધ કરી રહેલા ખેડૂતો અને મંત્રીના પુત્ર વચ્ચે રવિવારે હિંસક ટકરાવ થયો. આ ઘટનામાં આઠ લોકોના મોત થયા હતા. આ ઘટના પછી કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી(Priyanka Gandhi) લખીમપુર પહોંચી ગયા છે. આ ઉપરાંત ખેડૂત નેતા રાકેશ ટીકેત પણ લખીમપુર પહોંચ્યા છે. આ ઘટનાના વિરોધમાં ખેડૂતોએ દેશભરમાં દેખાવો કરવાની જાહેરાત કરી છે.
ખેડૂતો અને વહીવટીતંત્ર વચ્ચે લખીમપુર હિંસાને લઈને ચાલી રહેલી વાતચીતમાં બંને પક્ષો વચ્ચે સમાધાનના સમાચાર છે. ખેડૂતોની માંગણી સરકારે માની લીધી છે. સરકારે જાહેરાત કરી કે લખીમપુર કેસમાં ખેડૂતો અને અધિકારીઓ વચ્ચે વાતચીત બાદ સમાધાન થઈ ગયું છે. સરકારે જાહેરાત કરી હતી કે મૃતકોના પરિવારજનોને