પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સલાહકાર અમરજીત સિન્હાએ સોમવારે રાજીનમૌ આપ્યુ. જોકે તેને લઈને કોઈ સત્તાવાર નિવેદન રજુ કરવામાં આવ્યુ નથી, પણ હિન્દુસ્તાન ટાઈમ્સે પ્રધાનમંત્રી કાર્યાલયના અધિકારીઓ તરહથી તેની ચોખવટ કરી છે. સિંહાએ રાજીનામાને લઈને એચટીના સવાલો પર પ્રતિક્રિયા નથી આપી.
સિંહા 1983 બેચના બિહાર કેડરના આઈએએસ અધિકારી છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં તેમને પીએમ મોદીના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. રાજીનામા પાછળનું કારણ હજુ સ્પષ્ટ નથી. આ વર્ષે પીએમઓ માંથી આ બીજું નોંધપાત્ર રાજીનામું છે. આ વર્ષના જ માર્ચ મહિનામાં પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ પીકે સિન્હાએ રાજીનામું આપ્યું હતું.
ગ્રામીણ વિકાસ મંત્રાલયના સચિવ તરીકે રિટાયર થયા પછી સિન્હાને સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્રણ દાયકાના કેરિયરમાં સિન્હાએ શિક્ષણ મંત્રાલય અને પંચાયતી રાજમાં મુખ્ય પદ સાચવ્યા. તેઓ ગ્રામીણ વિકાસ બાબતોમાં એક્સપર્ટ છે. નેશનલ રૂરલ હેલ્થ મિશન અને સર્વ શિક્ષા અભિયાન જેવી યોજનાઓમાં તેમની ભૂમિકા મહત્વની હતી. સિન્હાએ લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાં પણ સેવા આપીચુક્યા છે.