ઉત્તરાખંડમાં પિથૌરાગઢ (Pithoragarh)જિલ્લામાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીંના ધારચુલા સ્થિત જુમ્મા ગામ(Jumma Village)માં વાદળ ફાટવાથી(Cloud Burst) વ્યાપક નુકસાનના સમાચાર છે. ડઝનો મકાન તૂટી પડ્યા છે. મળતી માહિતી મુજબ કાટમાળમાં દબાય જવાને કારણે 3 લોકોના મોત થયા છે, જ્યારે 7 લોકો હજુ પણ લાપતા છે. સાથે જ આ ઘટનાને કારણે સ્થાનિક લોકો ગભરાટમાં છે. મળતી માહિતી મુજબ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે.
ગયા અઠવાડિયે પણ મુશળધાર વરસાદે પિથોરાગઢ જિલ્લાની બોર્ડર પર તબાહી મચી હતી. વરસાદને કારણે જમીન ઢસડવાથી ઘણા રસ્તા બંધ થઈ ગયા હતા. સાથે જ સામાન્ય લોકો પણ અને મુસીબતોનો સામનો કરી રહ્યા હતા. બલુઆકોટમાં એક મહિલા ભારે કાટમાળ નીચે દટાયેલી હતી. ધારચુલા તહસીલના અલઘરામાં ભારે ભૂસ્ખલન થયું હતું, જેના કારણે ચીન સરહદને જોડનારો તવાઘાટ રસ્તો બંધ થઈ ગયો હતો. જમીન ઢસડવાથી ભારે કાટમાળને કારણે નીચાણવાળા વિસ્તારોમાં 20 મકાનો જોખમમાં હતા. સ્થાનિક વહીવટીતંત્રે 12 મકાનોને તાત્કાલિક ખાલી કરવાનો આદેશ આપ્યો હતો.