Omicron in India: ઓમીક્રોનને કારણે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર, ક્યારે આવશે પીક ? અત્યાર સુધીના અભ્યાસમાં મળ્યા આ સંકેત

Webdunia
ગુરુવાર, 30 ડિસેમ્બર 2021 (15:37 IST)
નવુ વર્ષનુ આગમન થઈ રહ્યુ છે. પણ એ પહેલા કોરોના વાયરસના નવા વૈરિએંટ ઓમિક્રોને આવીને બધી યોજનાઓ વેર વિખેર કરી નાખી છે. અનેક દેશોમાં ડેલ્ટાના સ્થાન પર ઓમિક્રોન વૈરિએંટ એકદમ હાવી (dominant variant)થઈ ચુક્યો છે. આ દેશ મહામારીની ચોથી લહેર (4th peak of the pandemic)જોઈ રહ્યો છે. ભારતમાં અત્યાર સુધી કોરોનાની બીજી લહેર જોવા મળી છે. પણ બિહાર અને દિલ્હી સહિત અનેક રાજ્ય કોરોનાની ત્રીજી લહેર આવવાની વાત કરી ચુયા છે. ભારતમાં ઓમિક્રોનના અત્યાર સુધી 961 કેસ આવી ચુક્યા છે. 29 ડિસેમ્બરના રોજ કોવિડના કેસમાં  (Covid cases in india) 44%નો ઉછાળો નોંધાયો છે. એક્સપર્ટ્સનુ કહેવુ છે કે કોરોનાના ઝડપથી વધેલા આ કેસ ઓમિક્રોનને કારણે છે. 

-  ત્રીજી લહેર પર નિષ્ણાતોનો વિચાર - નિષ્ણાતો અને વૈજ્ઞાનિકોનો મુજબ ભારતમાં કોવિડ-19ના વધતા કેસોને કારણે ત્રીજા લહેરની  શક્યતા છે. જો કે, તેની અસર પ્રથમ અને બીજા લહેર જેટલી ગંભીર નહીં હોય. નિષ્ણાતોના મતે, આ લહેર ખૂબ જ ઓછા સમય સુધી ચાલશે. 2022 ની શરૂઆતમાં કોરોનાના કિસ્સામાં, તેજીની અપેક્ષા છે. ત્રીજી તરંગ પર નિષ્ણાતોએ અત્યાર સુધી જે પણ અનુમાન લગાવ્યું છે, આ 4 બાબતો મહત્વપૂર્ણ છે.
 
-  કેમ્બ્રિજ યુનિવર્સિટીના શોધકર્તાએ  એક ટ્રેકર બનાવ્યું છે, જે મુજબ ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાથી કોરોના વેરિએંટના કેસ વધવા લાગશે.
 
-  IIT-કાનપુરના અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં સંક્રમણની ત્રીજી લહેર 3 ફેબ્રુઆરી, 2022 સુધીમાં ટોચ પર પહોંચી શકે છે. આ અનુમાન મુજબ કેસોમાં વધારો 15 ડિસેમ્બરથી શરૂ થવો જોઈએ.
 
- નેશનલ કોવિડ-19 સુપરમોડલ કમિટીનુ અનુમાન છે કે કોરોનાની ત્રીજી લહેર આવતા વર્ષની શરૂઆતમાં પીક પર પહોંચવાની આશા છે. કમિટીના સભ્યોએ કહ્યુ કે જેવુ જ ઓમિક્રોન ડેલ્ટાનુ સ્થાન લેવુ શરૂ કરી દેશે. એમ જ દરે દિવસે તેના મામલા વધવા માંડશે. 
 
 

સંબંધિત સમાચાર

Next Article