યુપીના ઝાંસી મેડિકલ કોલેજમાં ભીષણ આગ, 10 બાળકોના મોત, CM યોગીએ દુઃખ વ્યક્ત કર્યું.

Webdunia
શનિવાર, 16 નવેમ્બર 2024 (00:15 IST)
ઉત્તર પ્રદેશના ઝાંસી મેડિકલ કોલેજમાં ભીષણ આગ લાગી છે. મળતી માહિતી મુજબ ઝાંસી મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં આગ લાગી હતી. આગમાં દાઝી જવાથી 10 બાળકોના મોત થયા છે. જ્યારે પાંચ બાળકોની હાલત નાજુક હોવાનું કહેવાય છે. જો કે હજુ સુધી સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. પ્રારંભિક તપાસમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તે સિલિન્ડર બ્લાસ્ટ હતો. શિશુ વોર્ડમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી.
 
બારી તોડીને બાળકોને બહાર કાઢવામાં આવ્યા
 
હોસ્પિટલની બારીના કાચ તોડીને બાળકો અને દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે લગભગ 40 બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. સૂત્રોનું કહેવું છે કે વોર્ડમાં 51 જેટલા બાળકોને દાખલ કરાયા હતા.
 
 
સીએમ યોગીએ વ્યક્ત કર્યું  દુઃખ 
 
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઝાંસીની આગની ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. સીએમ યોગીએ મૃતક બાળકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી યોગીએ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યને ઝડપી બનાવવા સૂચના આપી છે. સીએમ યોગીએ ઘાયલોની યોગ્ય સારવાર માટે સૂચના આપી છે.
 
આગ લાગવાના કારણોનો ખુલાસો નહિ   
 
 
જણાવવામાં આવી રહ્યું છે કે શુક્રવારે મોડી રાત્રે આ આગ લાગી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. પ્રશાસન પણ સ્થળ પર હાજર છે. કહેવામાં આવી રહ્યું છે કે ઘણા દર્દીઓને હોસ્પિટલમાંથી બચાવી લેવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવશે. અન્ય દર્દીઓને પણ ત્યાંથી દૂર કરવામાં આવી રહ્યા છે.
 

સંબંધિત સમાચાર

Next Article