આ સ્ટોર માટે એપલે અંબાણી સાથે લગભગ 20,800 ચોરસ ફૂટ જગ્યા માટે 11 વર્ષનો કરાર કર્યો છે. સ્ટોર વિસ્તાર માટે લઘુત્તમ માસિક ભાડું લગભગ 42 લાખ રૂપિયા છે. ત્યારબાદ દર ત્રણ વર્ષે ભાડામાં 15 ટકાનો વધારો થશે.
ભારતમાં પ્રથમ એપલ સ્ટોર મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં ખુલ્યો છે. Appleના સીઈઓ ટિમ કૂક તેના ઉદ્ઘાટન માટે ભારતમાં હતા અને તેમણે જ ગેટ ખોલીને સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું હતું. મુંબઈમાં ખોલવામાં આવેલા સ્ટોરનું નામ Apple BKC રાખવામાં આવ્યું છે. ટિમ કૂકનો સ્ટોર એશિયાના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના રિલાયન્સ જિયો વર્લ્ડ ડ્રાઇવ મોલમાં સ્થિત છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સ્ટોર માટે Appleને લાખો રૂપિયાનું માસિક ભાડું ચૂકવશે.