અમિત શાહ કોરોના પોઝીટીવ, બુધવારે કેબિનેટ બેઠકમાં જોડાયા હતા

Webdunia
સોમવાર, 3 ઑગસ્ટ 2020 (09:32 IST)
દેશમાં કોરોનો કહેર સતત વધી રહ્યો છે. રાજનેતા, સેલિબ્રિટીથી માંડી આમ  આદમી તેનો ભોગ બની રહ્યા છે. દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ કોરોનાથી સંક્રમિત બન્યા છે. ટ્વિટ કરીને તેમણે આ માહિતી આપી છે.
 
તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે મને મારૂ સ્વાસ્થ્ય થોડુ નબળુ જણાતા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  અમિત શાહ ઉપરાંત કર્ણાટકના સીએમ યેદિયુરપ્પા અને તામિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. 
 
તામિલનાડુના રાજભવનમાં પણ અનેક કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે રાજ્યપાલ પણ તેની લપેટમાં આવી ગયા છે, અમિત શાહ ર્ગુરૂગ્રામની ખાનગી મેદાંતા હોસ્પિટલમાં દાખલ થયા હતા. સાથે અમિત શાહે પોતાના સમર્થકોને કહ્યું છે કે તેમની તબિયત સારી છે અને ચિંતા જેવું કઇ નથી. તેઓ સાંજે 4.24 કલાકે હોસ્પિટલમાં દાખલ થઇ ગયા હતા. તેમની સારવાર અને દેખરેખ માટે એઇમ્સના ડોક્ટરોની ટીમને પણ બોલાવવામાં આવે તેવી શક્યતાઓ છે.
 
કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ અને રાજનાથસિંહ, મમતા બેનરજી, રાહુલ ગાંધી, અશોક ગેહલોતે  ટ્વીટ કરીને અમિત શાહ  ઝડપથી સાજા થઇ જાય તેવી મનોકામના કરી હતી. આમ નાગરિકોથી લઇને દેશમાં મંત્રીઓ, નેતાઓ અને રાજ્યપાલ સુધી કોરોના પહોંચી ગયો છે. અમિત શાહ અને તામિલનાડુના રાજ્યપાલને કોરોનાનો ચેપ લાગ્યો છે ત્યારે ઉત્તર પ્રદેશના એક મંત્રીને કોરોના થતા હોસ્પિટલમાં દાખલ હતા જ્યાં તેમનું મોત નિપજ્યું છે.

સંબંધિત સમાચાર

Next Article