જેટકો દ્વારા 1224 ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ માટે ભરતીની જાહેરાત કરી હતી, ઝોન કક્ષાએ યોજાયેલા પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું જેટકોની તપાસમાં સામે આવતા ભરતી જ રદ કરી દેવાઈ છે. વિભાગની ભૂલનો ભોગ ઉમેદવારો બન્યા છે. ભરતી રદ કરાતા ઉમેદવારો મોટી સંખ્યામાં વડોદરા જેટકોની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા છે.
અગાઉ મેરીટ લિસ્ટમાં આવેલા ઉમેદવારોએ જેટકોના ઓફિસ બાર નિમણૂક પત્ર આપવા માટે વિરોધ કર્યો હતો. જેટકો હવે નવેસરથી ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીની પરીક્ષા લેશે. યુવરાજસિંહ પણ વડોદરા સર્કલ ખાતે આવેલી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની ઓફિસ બહાર પહોંચ્યા છે.ઉમેદવારો મોટી સંખ્યામાં જેટકો કંપની સામે નારા લાગાવી રહ્યા છે. ન્યાય આપો ન્યાય આપો, યુવરાજ સિંહ તુમ આગે બડો હમ તુમ્હારે સાથ હૈ ના નારા વિદ્યાર્થીઓ લગાવી રહ્યા છે.
સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વડોદરા જેટકોની ઓફિસ બહાર ધરણા પર બેસી ગયા છે. આ અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે જણાવ્યું હતું કે, અમે વર્તમાનમાં સરકારને આવેદન અને નિવેદનના માધ્યમથી રજૂઆત કરીએ છીએ. જે અમારી માગણી નહીં સ્વીકારમાં આવે તો ચોક્કસ પણે ગાંધીનગર સત્યાગ્રસાવણીમાં જશું. આદોલન, સત્યાગ્રહ, ભૂખ હડતાળ તમામ કરીશું. જે બાદ પણ માગ નહીં સ્વીકારે તો ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈના ઘરનો ઘેરાવો કરવો પડે તો પણ અમે એક હજાર વિદ્યાર્થીએ ભેગા થઈને કનુભાઈ દેસાઈના ઘરનો ઘેરાવ કરીશું. તેથી વધુ જરૂર પડશે તો વિધાનસભાનો ઘેરાવ પણ કરીશું. કેમ કે, અમારે ન્યાય જોઈએ છે. આ ભરતીમાં અધિકારીઓની ભૂલ છે. અધિકારીઓની સુચના મુજબ જ ઉમેદવારોએ પરીક્ષા આપી છે. વિદ્યાર્થીઓ મુરખ નથી, ભુલ અધિકારીઓની જ છે.'