મોહમ્મદ શમીને મળશે અર્જુન એવોર્ડ, કરવામાં આવ્યુ મોટુ એલાન, આ પ્લેયર્સની પણ લાગી લોટરી
બુધવાર, 20 ડિસેમ્બર 2023 (17:41 IST)
યૂથ અફેયર્સ અને રમત મંત્રાલયે રાષ્ટ્રીય રમત એવોર્ડ 2023ની જાહેરાત કરી દીધી છે. ભારતના રાષ્ટ્રપતિ 09 જાન્યુયારી 2024ના રોજ એવોર્ડ એક વિશેષ રૂપથી આયોજીત સમારંભમાં પ્રદાન કરશે સમિતિની ભલામણોના આધારે અને યોગ્ય તપાસ બાદ સરકારે ખેલાડીઓ, કોચ અને સંસ્થાઓને એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડ આપવામાં આવશે. તેણે છેલ્લા કેટલાક સમયથી જોરદાર પ્રદર્શન કર્યું છે. શમી સહિત 26 ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવશે. સાત્વિકસાઈ રાજ રાંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવશે.
વર્લ્ડ કપમાં કરી છે કમાલ
મોહમ્મદ શમીએ છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈંડિયા માટે દમદાર પ્રદર્શન કર્યુ છે. તેમણે પોતાની બોલિંગથી બધાના દિલ જીત્યા છે. શમીએ વનડે વર્લ્ડકપ 2023ની 7 મેચોમાં 24 વિકેટ મેળવી છે. તેઓ વનડે વર્લ્ડકપ 2023માં સૌથી વધુ વિકેટ લેનારા બોલર હતા. તેમની લાઈન અંબે લૈથ એટલી સ્ટીક હોય છે કે મોટા મોટા બેટ્સમેન પર ચકમો ખાઈ જાય છે. તેઓ ટીમ માટે ખૂબ કિફાયતી સાબિત થાય છે અને મહત્વના અવસર પર વિકેટ લે છે. તેમણે ભારત માટે ત્રણેય ફોર્મેટ માટે રમત રમી છે. તેમની શાનદાર રમતને જોતા તેમને અર્જુન એવોર્ડ આપવાની જાહેરાત થઈ છે.