Maha Mrityunjaya Mantra- મહામૃત્યુંજય મંત્ર - આ મંત્રનો જાપ ક્યારે કરવો ?

Webdunia
મહા મૃત્‍યુંજય મંત્ર 
મહા મૃત્‍યુંજય મંત્રનો શુકલ યર્જુવેદમાં ઉલ્‍લેખ છે. તે અહીં દર્શાવ્‍યો છે. મંત્રમાં જીવનો શીવ સાથેનો દિવ્‍ય સંબંધ તથા શુદ્ધ ચેતના અને આનંદ પામવા માટેનો અમોધ મંત્ર એટલે મહા મૃત્‍યુંજય મંત્ર.
 
‘ૐ ત્રયમ્‍બકં યજામહે ।
સુગન્‍ધિમ્ પુષ્‍ટિવર્ધનમ્ ।
ઉર્વારૂકમિવ બન્‍ધનામ્ ।

મૃત્‍યોર્મુક્ષીયમામૃતાત્ ।।
 

 

 
 
મહામૃત્યુંજયનો જાપ કરવાથી અકાળ મૃત્યુનો ભય તો ઓછો થાય છે પરંતુ સાથે સાથે આરોગ્યની પ્રાપ્તિ પણ થાય છે. સ્નાન કરતી વખતે શરીર પર પાણી નાંખતી વખતે મંત્રનો જાપ કરવાથી સ્વાસ્થ્ય લાભ થાય છે. દૂધમાં જોતા જોતા આ મંત્રનો જાપ કરવામાં આવે અને આ દૂધને પી જવામાં આવે તો યૌવનની સુરક્ષામાં પણ મદદ મળે છે. સાથે સાથે આ મંત્રનો જાપ કરવાથી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે તેથી આ મંત્રનો યોગ્ય જાપ કરવો. નીચે આપેલી સ્થિતિમાં આ મંત્રનો જાપ કરી શકાય છે.

* જ્યોતિષને અનુસાર જો જન્મ, ગોચર અને દશા, અંતર્દશા, સ્થુળદશા વગેરેમં વધારે પડતી પીડા થવાના યોગ છે.

* કોઈ પણ મહારોગને લીધે કોઈ પીડીત હોય તો.

* જમીન મિલ્કતમાં ભાગલા પડવાની શક્યતા હોય.

* પ્લેગ જેવી મોટી બિમારીઓ વડે લોકો મરી રહ્યાં હોય.

* રાજ્ય અને સંપત્તિ ગુમાવવાનો ભય હોય.

* ધનની હાનિ થઈ રહી હોય.

* રાજ્યનો ભય હોય.

* મન ધાર્મિક કાર્યોથી વિમુક્ત થઈ ગયું હોય

* રાષ્ટ્રનું વિભાજન થઈ ગયું હોય.

* મનુષ્યોમાં અંદરો અંદર જોરદાર કલેષ પેદા થઈ રહ્યો હોય.

* ત્રિદોષવશ રોગ થઈ રહ્યાં હોય.

મહામૃત્યુંજય જપ કરવો તે ખુબ જ ફળદાયી છે. પરંતુ આ મંત્રના જાપમાં થોડીક સાવધાની રાખવી જરૂરી છે જેનાથી આનો સંપુર્ણ લાભ મળી શકે છે અને કોઈ પણ પ્રકારના અનિષ્ટની શક્યતા નથી રહેતી. 

તેથી જપ કરતાં પહેલાં નીચેની વાતોનું ધ્યાન રાખો- 

* જે કોઈ પણ મંત્રનો જાપ કરવાનો હોય તેનું ઉચ્ચારણ શુદ્ધતાની સાથે કરો. 

* એક નિશ્ચિત સંખ્યામાં જાપ કરો પહેલાં દિવસ કરતાં બીજા દિવસના મંત્રો ઓછા ન હોવા જોઈએ. તેનાથી વધારે જાપ કરો. 

* મંત્રનું ઉચ્ચારણ હોઠોથી બહાર ન આવવું જોઈએ. 

* જાપ કરતાં હોય તે વખતે ધુપ અને દિવો હંમેશા ચાલુ રહેવા જોઈએ. 

* રૂદ્રાક્ષની માળા પર જ જાપ કરો. 

* માળાને ગોમુખીમાં રાખો જ્યાર સુધી જપ પુર્ણ ન થાય ત્યાર સુધીમાળાને ગોમુખીમાંથી બહાર ન કાઢશો. 

* જાપ કરતી વખતે શીવજીની મૂર્તિ, ફોટો, શિવલીંગ કે મહામૃત્યુંજય યંત્ર પાસે રાખવું જરૂરી છે. 

* મહામૃત્યુંજયના બધા જ જપ આસન પર બેસીને કરો. 

* જપ કરતી વખતે દૂધમાં ભેળવેલ પાણી વડે શીવજીનો અભિષેક કરતાં રહો કે તેને શિવલીંગ પર ચઢાવતાં રહો. 

* મહામૃત્યુંજય મંત્રનું ઉચ્ચારણ પૂર્વ દિશા તરફ મોઢુ રાખીને કરો. 

* જે સ્થાન પર જાપ વગેરે જેવા શુભકાર્યો થતાં હોય ત્યાં બેસીને જ જાપ કરવા. 

* જાપ કરતી વખતે સંપુર્ણ ધ્યાન મંત્રમાં જ હોવું જોઈએ મનને આમ તેમ ભટકવા ન દેશો. 

* જાપ કરતી વખતે આળસ અને બગાસુ ન ખાવું. 

* નકામી વાતો ન કરવી.


W.D
ઇત્‍યેષા વાંગમયી પૂજા શ્રીમચ્‍છંકરપાદયોઃ .
અર્પિતા તેન મે દેવઃ પ્રયીતાં ચ સદાશિઃ 40

આ સ્‍તોત્રરૂપી પૂજા મહાદેવજીના ચરણકમળ પર મે (પુષ્‍પદંતાચાર્ય) ચઢાવી. આ સ્‍તોત્રથી શ્રી સામ્‍બસદાશિવ શંકર મારા પર પ્રસન્ન થાય.

તવ તત્ત્વં ન જાનામિ કીંદૃશોસિ મહેશ્વર .
યાદૃશોસિ મહાદેવ તાદૃશાય નમો નમઃ 41

હે મહેશ્વર! અમે તમારૂ તત્‍વ નથી જાણતાં, તમારી મહિમા પણ નથી જાણી શકતાં. તમે જેવા પણ છો જ્યાં પણ છો હું તમને પ્રણામ કરૂ છું.

એકકાલં દ્વિકાલં વા ત્રિકાલં યઃ પઠેત સદા .
સર્વપાપવિનિર્મુક્‍તઃ શિવલોકં સ ગચ્‍છતિ 42

જે મનુષ્‍ય આ મહિમા સ્‍તોત્રને એક વખત, બે વખત, કે ત્રણ વખત નિત્‍ય વાંચશે, તે સંસારના બધા જ પાપોથી છૂટીને શિવ લોકને પ્રાપ્ત કરશે.

શ્રી પુષ્‍પદન્‍તમુખપંકજનિર્ગતેન
સ્‍તોત્રેણ કિલ્‍વિષહરેણ હરપ્રિયેણ .

કણ્‍ઠસ્‍થિતેન પઠિતૈન સમાહિતેન
સુપ્રીણિતો ભવતિ ભૂતપતિર્મહેશઃ 43

શ્રી પુષ્‍પદંતાચાર્યના મુખથી કહેલ આ શિવ પ્રિય પાપનાશક મહિમા સ્‍તોત્રને ચિત્ત લગાવીને વાંચશે તેની પર ભૂતપતિ શ્રી મહાદેવજી અત્‍યંત પ્રસન્ન થાય છે.