Shiv Puja- મહાશિવરાત્રી પર કેવી રીતે કરશો વ્રત અને પૂજન, વાંચો 10 ખાસ વાતોં

Webdunia
સોમવાર, 21 ફેબ્રુઆરી 2022 (00:27 IST)
મહાશિવરાત્રી ફાગણ માસની કૃષ્ણ ચતુર્દશી હોય છે. ભગવાન શિવની પૂજા અર્ચના કરવા માટે દરેક માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિનો વ્રત રખાય છે પણ સૌથી મોટી શિવરાત્રી મહાશિવરાત્રી કહેવાય છે. મહાશિવરાત્રી વ્રત વિધાન 
1. ગરૂડ પુરાણ મુજબ શિવરાત્રીથી એક દિવસ પહેલા ત્રયોદશી તિથિમાં શિવજીની પૂજા કરવી જોઈએ અને વ્રતનો સંકલ્પ લેવું જોઈએ. તે સિવાય ચતુર્દશી તિથિને નિરાહાર રહેવું જોઈએ. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને ગંગા જળ ચઢાવવાથી ખાસ પુણ્ય મળે છે. 
2. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની મૂર્તિ કે શિવલિંગને પંચામૃતથી સ્નાન કરાવીને ૐ નમ: શિવાય મંત્રથી પૂજા કરવી જોઈએ. ત્યારાબાદ રાત્રિના ચાર પ્રહરમાં શિવજીની પૂજા કરવી જોઈએ અને આવતા દિવસે સવારે બ્રાહ્મણોને દાન-દક્ષિણા આપી વ્રતનો પારણું કરવું જોઈએ. 
3. ગરૂડ પુરાણ મુજબ આ દિવસે ભગવાન શિવને બિલ્વપત્રની સાથે સફેદ આંકડાના ફૂલ અર્પિત કરવું જોઈએ.. ભગવાન શિવને બિલ્વપત્ર અને સફેદ આંકડાના ફૂલ ખૂબ પ્રિય છે. શિવપુરાણ મુજબ ભગવાન શિવને રૂદ્રાક્ષ બિલ્વપત્ર, ભાંગ, શિવલિંગ અને કાશી ખૂબ પ્રિય છે. 
4. આ દિવસે મહાનિશિથકાળમાં મહામૃત્યુંજયનો જાપ કરવાથી રોગ-શોકથી રાહત મળે છે. કોઈ પણ વ્રત પૂરઁ શ્રદ્ધા રાખી કરાય ત્યારે સફળ હોય છે.
5. શિવની ઉપાસના અને વ્રત રાખવાથી શુભ ફળ મળે છે. મહાશિવરાત્રીના સિદ્ધ મૂહૂર્તમાં શિવલિંગને પ્રાણ પ્રતિષ્ઠિત કરાવીને સ્થાપિત કરાવાથી ધંધામાં વૃદ્દિ અને નોકરીમાં પ્રમોશન મળે છે. 
6. શિવરાત્રીના પ્રદોષકાળમાં સ્ફ્ટિક શિવલિંગને શુદ્ધ ગંગાજળ, દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડથી સ્નાન કરાવીને ધૂપ-દીપ પ્રગટાવીને મંત્રનો જપ કરવાથી બધી મુશ્કેલીનો નાશ હોય છે. 
7. રોગથી પરેશાન થતાં પર અને પ્રાણની રક્ષા માટે મહામૃત્યંજય મંત્રનો જાપ કરવું. યાદ રાખો, મહામૃત્યુંજય મંત્રનો જપ રૂદ્રાક્ષની માળાથી ક કરવું. મંત્ર જોવામાં નાનું છે પણ પ્રભાવમાં ખૂબ ચમત્કારી છે. 
8. મહિલાઓ સુખ સૌભાગ્ય માટે ભગવાન શિવની પૂજા કરવા દૂધની ધારાથી અભિષેક કરતા નીચે લખેલા મંત્રનો ઉચ્ચારણ કરવું. મંત્ર ૐ નમ: શિવાય હ્રીં ૐ 9. લક્ષ્મી તેમના શ્રી સ્વરૂપમાં અખંડ રૂપથી માત્ર ભગવાન શિવની કૃપાથી જ જીવનમાં પ્રકટ થઈ શકે છે. અખંડ લક્ષ્મી પ્રાપ્તિ માટે નીચે મંત્રની દસ માળાનો જપ કરવું.    ૐ હ્રીં એં ૐ .
10. લગ્નમાં આવી રહી મુશ્કેલી દૂર કરવા માટે આ મંત્રની સાથે શિવ શક્તિની પૂજા કરવી.
મંત્ર- હે ગૌરિ શંકરાર્ધાંગિ યથા ત્વં શંકરપ્રિય 
અને માં કુરૂ કલ્યાણી કાંતકાંતા સુદુર્લભામ 
* સંપૂર્ણ પરિવારના સુખ સૌભાગ્ય માટે નીચે લખેલ મંત્રનો જપ પણ કરી શકો છો. મંત્ર ૐ સામ્બ સદા શિવાય નમ: 
 

સંબંધિત સમાચાર

Next Article