LIVE: સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા મામલાની સુનાવણી 10 જાન્યુઆરી સુધી લંબાઈ

શુક્રવાર, 4 જાન્યુઆરી 2019 (11:02 IST)
સુપ્રીમ કોર્ટમાં(Supreme Court)  રાજનીતિક દ્રષ્ટિથી સંવેદનશીલ રામ જન્મ ભૂમિ-બાબરે મસ્જિદ ભૂમિ વિવાદમાં (ram janmabhoomi babri masjid land dispute case)નોધાયેલ અપીલ પર સુનાવણી 10 જાન્યુઆરી સુધી ટાળવામાં આવી છે. ચીફ જસ્ટિસ રંજ્ન ગોગોઈ અને ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલની પીઠે ફક્ત એક મિનિટની સુનાવણીમાં મામલો 10 જાન્યુઆરી સુધી ટાળી દીધો છે. હ અવે ત્રણ જજોની બેંચ આ મામલે સુનાવણી કરશે. જેમાચીફ જસ્ટિસ ગોગોઈ ભાગ લઈ શકે છે.  આ મામલો મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ અને એસ કે કૌલની પીઠ સમક્ષ યાદીબદ્ધ છે. આ પીઠ દ્વારા ઈલાહાબાદ હાઈક્રોટે સપ્ટેમ્બર 2010ના નિર્ણય વિરુદ્ધ નોંધાયેલ 14 અપીલો પર સુનાવણી માટે  ત્રણ સભ્ય જજોની પીઠ રચવ આની આશા છે.  હાઈકોર્ટે આ વિવાદમાં નોંધાયેલ  ચાર દિવાની વ આદ પર પોતાના નિર્ણયમાં 2.77 એકર ભૂમિનો સુન્ની વક્ફ બોર્ડ, નોર્મોહી અખાડા અને રામ લલાની વચ્ચે સમાન રૂપથી વહેંચણી કરવાનો આદેશ આપ્યો હતો. 
 
સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે 29 ઓક્ટોબરના રોજ કહ્યુ હતુ કે અ અમામલો જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં યોગ્ય પીઠ સમક્ષ રજુ થશે.  જે તેની સુનાવણીનો કાર્યક્રમ નક્કી કરશે. પછી ખિલ ભારત હિન્દુ મહાસભાએ એક અરજી નોંધાવીને સુનાવણી જલ્દી કરવાનો આગ્રહ કર્યો હતો. પણ સુપ્રીમ કોર્ટે આવુ કરવાની મનાઈ કરી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે 29 ઓક્ટોબરની આ મામલે સુનાવણી વિશે આદેશ પસાર કરવામાં આવી ચુક્યો છે.  
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર