કર્ક રાશિફળ 2023: કાર્યમાં નવી જવાબદારીઓ અને આગળ વધવાની તકો મળી શકે છે, વિદ્યાર્થીઓ માટે પણ વર્ષ સારું રહેશે

Webdunia
શુક્રવાર, 30 ડિસેમ્બર 2022 (14:01 IST)
કર્ક રાશિના જાતકોનો સ્વભાવ દ્રઢ નિશ્ચયવાળો હોય છે. આ લોકો ખૂબ ભાવુક અને કલ્પનાશીલ હોય છે. તેમની અંદર ભાષા અને સંવાદ કૌશલના ખાસ ગુણ હોય છે. તેમનુ મગજ ખૂબ તેજ ચાલે છે. પણ આ લોકો સ્વભાવથી ખૂબ ચંચળ હોય છે. કેટલાક મામલામાં તેમની અંદર આધ્યાત્મિક ગુણ પણ હોય છે.  તેમનુ મગજ ખૂબ દોડે છે.આ સ્વભાવથી ખૂબ સરળ અને દયાળુ હોય છે.  
 
કરિયર 
 
કરિયરના કામની દ્રષ્ટિએ આ વર્ષ ખૂબ જ સારું રહેશે. દેવ ગુરુ બૃહસ્પતિ એપ્રિલ સુધી તમારા દરેક કાર્યમાં મદદરૂપ થતા જોવા મળી રહ્યા છે.   17 જાન્યુઆરીથી શનિનું સંક્રમણ તમારી રાશિથી 8મા ભાવમાં થશે, એક તરફ શનિની ધૈયાની શરૂઆત થશે તો બીજી તરફ કેટલીક નવી સંભાવનાઓ પણ આવશે. તે તમને શનિના આઠમા સંક્રમણથી પણ મળશે. રાહુ અને કેતુનું સંક્રમણ પહેલાથી જ કેટલાક ફેરફારોની શક્યતાઓ આપી રહ્યું છે. તે તમને શનિના આઠમા સંક્રમણથી પણ મળશે.  રાહુ અને કેતુનું સંક્રમણ પહેલાથી જ કેટલાક ફેરફારોની શક્યતાઓ આપી રહ્યું છે. એપ્રિલ પછી તરત જ દેવ ગુરુ મેષ રાશિમાં પ્રવેશ કરશે. કાર્ય સંબંધિત કેટલીક સાવચેતી રાખવાનો સમય શરૂ થશે. શનિનો આઠમો ભાવ પણ તે જ સૂચવે છે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. જો નોકરી કરતા લોકો ટ્રાન્સફરની રાહ જોઈ રહ્યા છે તો તેમના માટે શનિનું સંક્રમણ ફાયદાકારક સાબિત થશે. ઈચ્છિત જગ્યાએ ટ્રાન્સફર થઈ શકે છે, પરંતુ નોકરીમાં સખત મહેનત થી સારા પરિણામ મળશે તે પણ સંકેત મળી રહ્યા છે.
 
પરિવાર 
રાહુ અને કેતુ છેલ્લા કેટલાક સમયથી તમારા પારિવારિક જીવનમાં અશાંતિનું વાતાવરણ બનાવી રહ્યા છે. એપ્રિલ પછી તરત જ દેવ ગુરુનું સંક્રમણ મેષ રાશિ સુધી પહોંચશે, પારિવારિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે. આઠમા ઘરમાં શનિનું સંક્રમણ જે જાન્યુઆરીથી શરૂ થશે તે પારિવારિક બાબતોમાં કેટલીક નવી સમસ્યાઓ સૂચવે છે.  કેટલાક પૈતૃક વિવાદો જે ચાલી રહ્યા છે તેનુ સમાધાન કરવાની સલાહ આપવામાં આવે છે અને જો બધી બાબતો શાંતિથી ઉકેલાઈ જાય તો તમને જલ્દી સફળતા મળશે.
 
સ્વાસ્થ્ય 
આ વર્ષે તમારે સ્વાસ્થ્યની બાબતમાં ખાસ ધ્યાન આપવું પડશે. 17 જાન્યુઆરીથી શરૂ થતા શનિદેવના ઢૈયા થોડો માનસિક તણાવ આપશે. બીજા ભાવમાં શનિની ગ્રહપક્ષ કેટલીક પારિવારિક બાબતોમાં વિવાદને કારણે તમારા સ્વાસ્થ્યને અસર કરી શકે છે. આઠમા ઘરમાં શનિનું સંક્રમણ ખૂબ નિરાશાજનક નથી પરંતુ કેટલીક અચાનક બિમારીઓ તમને પરેશાન કરી શકે છે. તમારા છઠ્ઠા ભાવનો સ્વામી બૃહસ્પતિ આ વર્ષે એપ્રિલ સુધી મીનમાં અને ત્યારબાદ મેષ રાશિમાં રહેશે. તેનો અર્થ એ છે કે છઠ્ઠા ભાવ પર એપ્રિલ પછી દેવગુરૂ બૃહસ્પતિની દ્રષ્ટિ સ્વાસ્થ્યના હિસાબથી કોઈ મોટી સમસ્યા આવવાના સંકેત કરી રહી છે છતા પણ થોડી સાવધાની રાખવી જોઈએ. યોગ વ્યાયામ નિયમિત રૂપથી કરવુ જોઈએ. 

 
આર્થિક સ્થિતિ
આર્થિક દૃષ્ટિએ આ વર્ષ સારું રહેશે. આઠમા ભાવમાં રહેલો શનિ અચાનક ધન લાભનો સંકેત આપી રહ્યો છે તો કેટલાક પારિવારિક પ્રોપર્ટીના મામલાઓનું સમાધાન થઈ શકે છે. દેવગુરુ ગુરુનું સંક્રમણ નવમા અને દસમા ભાવમાં રહેશે, આ કારણે ભાગ્યના પ્રભાવથી આ વર્ષ આર્થિક મામલે સારુ રહેશે. j તમે પ્રોપર્ટીમાં રોકાણ કરવા માંગો છો અથવા મકાન ખરીદવા માંગો છો તો આ વર્ષ તમારા માટે સારું રહેશે.
 
પરીક્ષા-હરિફાઈ 
 
કર્ક રાશિના વિદ્યાર્થીઓ માટે વર્ષની શરૂઆત સારી રહેશે પંચમ ભાવ પર દેવ ગુરૂ બૃહસ્પતિની દ્રષ્ટિ કેટલીક સારા સંભાવનાઓના સંકેત કરે છે.  ચોથા ભાવમાં ચાલી રહેલ રાહુ તમને કેટલાક માનસિક રૂપથી પરેશાન કરી શકે છે. સાથે જ શનિની ઢૈય્યા વર્ષના શરૂઆતથી શરૂ થઈ જશે. તેથી એકાગ્રતા અને  તમારા અભ્યાસ પર વિશેષ ધ્યાન આપવાની જરૂર રહેશે. જે વિદ્યાર્થી વિદેશમાં એડમિશન લેવાની રાહ જોઈ રહ્યા હતા તેમનુ સપનુ આ વર્ષે પુરૂ થઈ શકે છે. 
 
 ઉપાય 
 
ભગવાન શિવને ચોખા અર્પિત કરો અને શિવલિંગન અભિષેક કરો. મંગળવારના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને હનુમાનજીના મંદિરમા જઈને દર્શન કરો. 

સંબંધિત સમાચાર

Next Article