October Rashi Parivartan 2021: બે મોટા ગ્રહોએ કર્યુ રાશિ પરિવર્તન, આ 3 રાશિવાળાનો સારો સમય થશે શરૂ

Webdunia
મંગળવાર, 5 ઑક્ટોબર 2021 (08:39 IST)
ઓક્ટોબર મહિનો ગ્રહો અને નક્ષત્રોની ચાલની દ્રષ્ટિએ  મહત્વનો છે. ઓક્ટોબર મહિનાની શરૂઆત સાથે જ શુક્ર અને વક્રી બુધની રાશિ પરીવર્તન થયુ છે. 2 ઓક્ટોબરના રોજ વક્રી બુધે  કન્યા રાશિમાં ગોચર કર્યુ છે અને શુક્ર વૃશ્ચિક રાશિમાં પ્રવેશ્યો છે. જ્યોતિષ મુજબ બુધ અને શુક્રનું રાશિ પરિવર્તન આ ત્રણ રાશિઓ માટે ફાયદાકારક સાબિત થશે.
 
ખાસ છે આ રાશિ પરિવર્તન 
 
જ્યોતિષીઓ અનુસાર, 2 ઓક્ટોબરના રોજ શુક્ર ગ્રહે સવારે 09 વાગીને 35 મિનિટે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કર્યો છે. શુક્ર આ રાશિમાં લગભગ 23 દિવસ રહેશે. જ્યારે કે વક્રી બુધ સવારે 03 વાગીને 23 મિનિટે કન્યા રાશિમાં પ્રવેશ કરી ચુક્યો છે. 18 ઓક્ટોબરે આ રાશિમાં બુધ સંક્રાંતિ કરશે. ત્યારબાદ  2 નવેમ્બર સવારે 09:43 મિનિટે આ તુલા રાશિમાં ગોચર કરશે.
 
આ રાશિઓ પર થશે અસર-
 
બંને ગ્રહોના ચાલમાં પરિવર્તનથી વૃશ્ચિક, ધનુ અને કુંભ રાશિના લોકોને શુભ પરિણામ મળશે. મેષ, વૃષભ અને મીન રાશિના જાતકો આ પરિવર્તન દરમિયાન સાવઘ રહેવુ પડશે. આ ઉપરાંત અન્ય 6 રાશિઓ પર આ રાશિ પરિવર્તન વઘુ અસર નહીં કરે.
 
શુક્ર અને બુધનો પ્રભાવ 
 
જો કુંડળીમાં શુક્ર શુભ ઘરમાં હોય તો વ્યક્તિને માન-સન્માન મળે છે. અશુભ ઘરમાં હોય તો જાતકને લગ્ન જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જે લોકોની કુંડળીમાં બુધ ગ્રહ અનુકૂળ સ્થિતિમાં હોય છે એવા લોકો વાતચીતમાં ઉત્તમ હોય છે અને આર્થિક સ્થિતિમાં સફળતા મેળવે છે.

સંબંધિત સમાચાર

Next Article