વર્ષ 2021 નો બીજો મહિનો એટલે કે ફેબ્રુઆરી શરૂ થયો છે. જ્યોતિષીઓના કહેવા મુજબ, ફેબ્રુઆરીનો આ મહિનો ઘણી રાશિ (February 2021 Rashifal) માટે ખૂબ જ શુભ છે . પૈસા, ધંધા, આરોગ્ય અને ઘરની ખુશીની દ્રષ્ટિએ ઘણા લોકોને સારા પરિણામ મળશે. આ મહિને મેષ, સિંહ, વૃશ્ચિક, મકર અને મીન રાશિમાં એક મોટુ પરિવર્તન જોવા મળશે. ચાલો આપણે જાણીએ કે 2021 નો બીજો મહિનો કંઈ રાશિ માટે શુભ રહેશે અને કોણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
મેષ - મેષ રાશિના લોકો માટે ફેબ્રુઆરી મહિનો ઉત્તમ બનવાનો છે. તમારામાં જોશ અને જૂનુનમાં કોઈ કમી નહી રહે. કાર્યોમાં સારા પરિણામ પ્રાપ્ત કરશો.
મિત્રો તરફથી આર્થિક મદદ મળવાની સારી સંભાવનાઓ બની રહી છે. આ સમય દરમિયાન, જો તમને મિત્રોની સહાયની જરૂર હોય, તો તેમને નિસંકોચ જણાવો. તેઓ તમને મદદ કરશે. મહિનાના ઉત્તરાર્ધમાં તમારે થોડું ધ્યાન આપવું પડશે, કારણ કે તમારા વ્યવહારમાં પરિવર્તન આવશે જેનાથી તમારા જીવનને અસર થશે.
વૃષભ - મહિનાની શરૂઆતમાં ધન હાનિના યોગ છે. કોઈપણ દસ્તાવેજ પર સાઈન કરતા પહેલા જરૂર વાંચો. બિઝનેસમાં કોઈના પર વિશ્વાસ ન કરો. માતા પિતા સાથે લાગણી વધશે. ઓફિસમાં તમારી છબિ પહેલાથી સારી થશે. બિઝનેસમાં કોઈ પરિચિતના માધ્યમથી કોઈ મોટો ઓર્ડર મળી શકે છે. મહિનાની વચ્ચે કોઈ શુભ સમાચાર મળી શકે છે. નવી સંસ્થાઓ સાથે જોડવાની તક મળી શકે છે. મહિનાના અંતિમ દિવસમાં કોઈની સાથે વિવાદ થઈ શકે છે.
પોતાની વાણી પર નિયંત્રણ રાખો. વિરોધી તમને પરેશાન કરી શકે છે. કાયર્માં અવરોધ આવતા મન બેચેન રહેશે.
મિથુન રાશિ - મિથુન - આ મહિને તમને ભાગ્યનો પૂરો સહયોગ મળશે, કેમ કે તમારો સ્વામી બુધ નવમ ભાવમાં બેસશે. ભાગ્યના પ્રભાવથી તમને કાર્યમાં સફળતા મળશે. આ મહિનામાં તમારા જીવનમાં કેટલીક અણધારી ઘટનાઓ પણ બની શકે છે, કારણ કે ગુરુ, શુક્ર, શનિ અને સૂર્યનો જમાવડો તમારી કુંડળીના આઠમા ભાવમાં થઈ રહ્યો છે. આઠમો ભાવ અનિશ્ચિતતાનો ભાવ તેથી તમન સારા અને ખરાબ બંને પરિણામ મેળી શકે છે.
કર્ક રાશિ - મહિનાના પ્રથમ ભાગમાં તમને માનસિક અને સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. વિદ્યાર્થીઓ પર અભ્યાસ મામલે બેદરકારીથી બચવુ પડશે. જેમના બાળકો છે તેમને બાળકો સંબંધી વિષયોને લઈને ચિંતા અને ભાગદોડ કરવી પડી શકે છે. મહિનાના ઉત્તરાર્ધમાં મનોરંજન, ભૌતિક સાધનોમાં તમારો રસ વધશે તેનાથી તમારો ખર્ચ પણ વધશે.
સિંહ રાશિ - આ મહિને તમને ખૂબ ભાગ દોડ કરવી પડી શકે છે અને ખર્ચ પણ વધશે. તમને સલાહ છે કે ક્રોધ અને વાણી પર કાબુ રાખો નહી તો પરિવારના સભ્યો સાથે તમને મનદુખ થઈ શકેછે. સારી વાત છે કે આ મહિને તમારી આવક પણ વધશે અને તમે તમારા સુખ સાધનો પર ખર્ચ કરશો. વિદ્યાર્થીઓને તેમને મહેનત અને લગનશીલતાનુ સારુ પરિણામ મળશે. સંતાન તરફથી ખુશી મળશે.
કન્યા રાશિ - તમારી રાશિથી ચોથા ઘરમાં બુઘ શુક્રનો સંયોગ આ મહિના માટે શુભ ફળદાયી રહેશે. ઘરમાં કોઈ માંગલિક કાર્ય થઈ શકે છે. તમે જોશ અને ઉત્સાહથી ભરપૂર રહેશો. જેનાથી કાર્યક્ષેત્રમાં તેને તમને લાભ મળશે. તમારા અનેક રોકાયેલ કામ પુરા થઈ શકે છે. પણ અચાનક ખર્ચનો યોગ પણ બનેલો છે. સલાહ છે કે ખર્ચ પર કાબુ રાખો. બાળકોના મામલે થોડી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.\\
તુલા રાશિ - આ મહિનામાં આવક અને ધનના મામલે થોડી પરેશાની રહી શકે છે. બીજી બાજુ તમારી રાશિમાં મંગળની હાજરીના કારણે ક્રોધ પણ ખૂબ આવશે. આવામાં જો તમને તમારી વાણી અને ક્રોધ પર કાબૂ કરવાનો પ્રયાસ ન કર્યો તો અનેક લોકો સાથે તમારો મનમોટાવ થઈ શકે છે. 20 તારીખના રોજ મંગળમાં તમારી રાશિ ગયા પછી સ્થિતિ થોડી સારી થશે જેનાથી મહિનાનું અંતિમ અઠવાડિયુ રાહત ભરેલુ રહી શકે છે.
વૃશ્ચિક રાશિ - મહિનાની શરૂઆતમાં તમારી રાશિનો સ્વામી બારમાં ઘરમાં હોવાને કારણે ગુંચવણ અને માનસિક પરેશાની વધશે. અનેક કાર્યોમાં નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે. મહિનાના અંતમાં મંગળ તમારી રાશિમાં આવશે. ત્યારબાદથી સ્થિતિ સુધરશે. નવી યોજનાઓ પર કામ કરી શકો છો. સન્માન મળશે અને લાભની પ્રાપ્તિ થશે.
ધનુ રાશિ - આ મહિને નિકટના સંબંધીઓ સાથે મનદુખ થઈ શકે છે. ભાગ્યસ્થાનમાં ગુરૂ રાહુ તમારા બનતા કાર્યોમાં અવરોધ ઉભો કરી શકે છે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. ધર્મ-કર્મના મામલે તમારો રસ ઘટશે. પિતા અને વડીલોના સહયોગમાં ઘટાડો થશે. પારિવારિક ગૂંચવણોનો સામનો કરવો પડી શકે છે.
મકર રાશિ - આવકમાં વધારો કરવના પ્રયાસમાં આ મહિનો સફળ થશે પણ ખર્ચ વધવાને કારણે આવક-ખર્હમાં સંતુલનનો અભાવ રહેશે. જે તમારુ બજેટ બગાડી શકે છે. પરિવારમાં પિતા સાથે મતભેદ કે કોઈ વાતને લઈને બોલચાલ થઈ શકે છે. માન-સન્માનમાં વધારો થશે.
કુંભ રાશિ - નોકરી વ્યવસાયમાં ગૂંચવણ અને પરેશાની કાયમ રહી શકે છે. સલાહ છે કે ભાગીદારીના કામમાં સાવધાની રાખો. મહિનાના ઉત્તરાર્ધમાં રાશિ પર સૂર્ય કેતુ અને મંગળની દ્રષ્ટિથી માનસિક તણાવ વધશે. અકારણ ખર્ચ
વધશે અને સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.
મીન રાશિ - આ મહિનો તમારે માટે મળતાવડો રહેશે. મહિનાના પૂર્વાર્ધમાં ઘરમાં કોઈ ઉત્સવ થવાની શક્યતા છે. પણ નોકરી વ્યવસાયમાં વધુ મહેનત અને ભાગ-દોડ કરવી પડી શકે છે. મહિનાના અંતમાં કાર્યોમાં અવરોધ આવશે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ બન્યો રહેશે.