પૌષ શુક્લ પક્ષ પૂર્ણિમા 21 જાન્યુઆરી 2019 દિવસ સોમવારે ખગ્રાસ ચંદ્ર ગ્રહણ લાગશે. આ ખગ્રાસ ચંન્દ્ર ગ્રહણ 21 જાન્યુઆરીને સવાર સુધી રહેશે. આ ગ્રહણ ભારતમાં દ્રશ્ય નહી થાય. તેથી તેનુ કોઈ ધાર્મિક મહત્વ નહી રહે. છતા પણ ગ્રહ નક્ષત્રીય પ્રભાવ વગર નહી રહે. ધાર્મિક માન્યતા મુજબ સૂર્ય ગ્રહણ અથવા ચંદ્રગ્રહણમાં ગંગા સ્નાનથી શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે.
માન્યતા છે કે ચન્દ્ર ગ્રહણ પછી સ્નાન અને દાન કરવુ ખૂબ સારુ હોય છે. તેથી ઘઉ, ધાન, ચણા, મસૂર દાળ, ગોળ, ચોખા કાળો ધાબળો સફેદ ગુલાબી વસ્ત્રો. ચુડો, ચાંદી કે સ્ટીલની વાડકીમાં ખીર દાનથી ખાસ લાભ થશે. જ્યોતિષમાં ગ્રહણનુ ખૂબ મહત્વ છે તેની સીધી અસર રાશિઓ પર પણ પડશે. જાણો વિવિધ રાશિ પર તેનો પ્રભાવ