હું મારા માતાપિતા શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ
અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ.
હું મારા દેશ અને દેશબાંધવોને મારી નિષ્ઠા અર્પું છું.
તેમના કલ્યાણ અને સમૃદ્ધિમાં જ મારું સુખ રહ્યું છે.
ભારતીય ગણરાજ્ય દ્વારા ભારતના રાષ્ટ્રીય સંકલ્પના રૂપમાં રાજભક્તિના વચનને અંગીકૃત કરાય છે સામાન્યત: આ સંક્લ્પ ભારતીય દ્વારા સરકારી કાર્યક્રમમાં અને વિદ્યાર્થીઓ દ્વારા કોઈ રાષ્ટ્રીય અવસર (સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસ પર) શાળા અને કૉલેજોમાં લેવાય છે. આ શાળીની ચોપડીના આગળના પાના પર લખેલું હોય છે.
તેને વાસ્તવમાં પિદિમાર્રી વેંકતા સુબ્બારાવ (એક લેખક અને પ્રશાસનિક અધિકારી )એ તેલૂગુ ભાષામાં 1962માં લખ્યો હતો. તેને પહેલીવાર 1963માં વિશાખાપટ્ટનમના એક શાકામાં વાંચયો હતો. પછી તેને સુવિધા મુજબ ઘણા ક્ષેત્રીય ભાષાઓમાં અનુવાદ કરાયું. બેંગલોર, એમ સી ચાંગલાની અધ્યક્ષતામાં, 1964 માં શિક્ષાની કેન્દ્રીય સલાહકાર બોર્ડની મીટિંગ પછી તેને 26 જાન્યુઆરી 1965થી શાળામાં વંચાયું.