Holi 2024: હોળી અને ચંદ્ર ગ્રહણ એક જ દિવસે, જાણો આ વિશેષ દિવસ પર ધ્યાનમાં રાખવામાં આવતી વાતો

Webdunia
સોમવાર, 11 માર્ચ 2024 (15:19 IST)
holi and grahan

Holi 2024:  વર્ષ 2024માં માર્ચ મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માર્ચના મહિનામાં હોળી અને ચંદ્ર ગ્રહણ એક સાથે જ એક દિવસ આવી રહ્યા છે. વર્ષ 2024માં હોળી 25 માર્ચના રોજ આવી રહી છે. 
 
હોળી દરેક  વર્ષે ફાગણ માસની પૂર્ણિમા તિથિ પર આવે છે. બીજી બાજુ ચંદ્ર ગ્રહણ પણ જ્યારે પણ લાગે છે ત્યારે એ દિવસે પૂર્ણિમ હોય છે. વર્ષ 2024માં આ દુર્લભ સંયોગ 25 માર્ચના રોજ આવી રહ્યો છે.  આ દિવસે ચંદ્ર ગ્રહણનો સમય સવારે  10:24 વાગ્યાથી બપોરે 3:01 વાગ્યા સુધી રહેશે. 
 
જ્યારે ચંદ્રમાં પૃથ્વીની છાયાના હળવા, બહારી ભાગ, પેનુમ્બ્રામાંથી પસાર થાય છે તો ઉપછાયા ચંદ્ર ગ્રહણ પડે છે. આને પેનુમબ્રલ ચંદ્ર ગ્રહણ પણ કહે છે. ઉપછાયા ચંદ્ર ગ્રહણમાં ચંદ્રમાનો આકાર બદલાતો નથી. આ દરમિયાન ચંદ્રમા સામાન્ય દિવસોની જેમ જ જોવા મળે છે. બસ ચંદ્રનો રંગ હળવો મટમેલો જેવો દેખાય છે.  
 
ઉલ્લેખનીય છે  કે ચંદ્રગ્રહણ ત્રણ પ્રકારના હોય છે, પ્રથમ આંશિક ચંદ્રગ્રહણ, બીજું સંપૂર્ણ ચંદ્રગ્રહણ અને ત્રીજું પેનમ્બ્રલ ગ્રહણ. માર્ચ 2024માં થનારું ગ્રહણ પેનમ્બ્રલ ગ્રહણ હશે.
 
25 માર્ચનો દિવસ વિશેષ માનવામાં આવે છે.સૂતક કાળ ચંદ્રગ્રહણના 9 કલાક પહેલા શરૂ થાય છે. જો કે 25 માર્ચનું ચંદ્રગ્રહણ એક પેનમ્બબ્રલ ગ્રહણ હશે, જે ભારતમાં દેખાશે નહીં, પરંતુ સૂતક સમયગાળા દરમિયાન મહત્વપૂર્ણ બાબતોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.
 
ચંદ્રગ્રહણના ઓછાયામાં હોળી 2024 
પંચાંગની ગણતરી મુજબ વર્ષ 2024માં હોળીનો તહેવાર 25 માર્ચે ઉજવવામાં આવશે અને તે જ દિવસે ચંદ્રગ્રહણ પણ થશે. વૈદિક કેલેન્ડર અનુસાર, ફાગણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તારીખ 24 માર્ચે રાત્રે 09:57 વાગ્યે શરૂ થશે અને 25 માર્ચના રોજ સવારે 12:32 વાગ્યે સમાપ્ત થશે. આ રીતે, હોળીનો તહેવાર 25 માર્ચે ચંદ્રગ્રહણની છાયામાં ઉજવવામાં આવશે.
 
વર્ષ 2024નું પ્રથમ ચંદ્રગ્રહણ
હિન્દી કેલેન્ડર મુજબ, ચંદ્રગ્રહણ ફાગણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તારીખે એટલે કે 25 માર્ચ 2024 સોમવારના રોજ થશે. આ ચંદ્રગ્રહણ કન્યા રાશિમાં થશે. વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ સવારે 10.23 વાગ્યાથી શરૂ થશે અને બપોરે 03.02 વાગ્યા સુધી ચાલશે. આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં જેના કારણે તેનો સુતક સમયગાળો માન્ય રહેશે નહીં. આ ચંદ્રગ્રહણ અમેરિકા, જાપાન, રશિયાના કેટલાક ભાગો, આયર્લેન્ડ, ઈંગ્લેન્ડ, સ્પેન, પોર્ટુગલ, ઈટાલી, જર્મની, ફ્રાન્સ, હોલેન્ડ, બેલ્જિયમ, દક્ષિણ નોર્વે અને સ્વિટ્ઝરલેન્ડમાં દેખાશે.
 
ગ્રહણના દિવસે ખાસ કરીને પ્રેગનેંટ મહિલાઓ ઘરમાંથી બહાર ન નીકળે. 25 માર્ચના રોજ મીન રાશિવાળા માટે મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસે મીન રાશિમાં સૂર્ય બુધ રાહુ યુતિનો યોગ બની રહ્યો છે.  આ ચંદ્રગ્રહણને કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે અને સારો આર્થિક લાભ થઈ શકે છે. મિથુન, સિંહ, મકર અને ધનુ રાશિના લોકો પર આ ચંદ્રગ્રહણની શુભ અસર પડશે.

સંબંધિત સમાચાર

Next Article