શરદીને રોકવાના ઉપચાર

Webdunia
N.D
* શરદી-તાવના વાયરસ જ્યારે હુમલો કરે છે ત્યારે શરીરનું રોગ પ્રતિકારક તંત્ર તેમનાથી લડવા માટે સક્રિય થઈ જાય છે. આ લડાઈની લીધે આપણને તાવ આવે છે, નાક બંધ થઈ જાય છે, શરીરમાં દુ:ખાવો, માથામાં દુ:ખાવો તેમજ ગળામાં દુ:ખાવો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવા લક્ષણોથી તુરંત જ છુટકારો મેળવવા માટે પૈરાસીટોમલ જેવી અપેક્ષાકૃત ઓછી સુરક્ષીત દવાઓ લઈ શકાય છે.

* તાવ અને દુ:ખાવાના નિયંત્રણ માટે પૈસારીટોમોલ લઈ શકાય છે.

* ગરમ ગરમ સુપ પણ આ સ્થિતિમાં સારો રહે છે. બિમારી દરમિયાન 1 કે 2 કપ દરરોજ પીવો. ગરમ ચા પીવાથી મ્યુકસ પાતળો થઈ જાય છે અને શ્વાસ સરળતાથી લઈ શકાય છે. બિમારી દરમિયાન દરરોજ 3 થી 4 કપ ચા પીવો.

* બેડ પર આરામ કરો. લગભગ 48 કલાક સુધી સારી રીતે આરામ કરવાથી શરીરનું તાપમાન સામાન્ય થઈ જશે.

* કોઈ પણ શરદી ગ્રસ્તવાળી વ્યક્તિના સંપર્કમાં આવ્યા બાદ પોતાના હાથ ધોઈ લો.

* જ્યારે તમે કોઈ ભારે ભીડવાળી જગ્યાએથી તમારા ઘરે પાછા ફરતાં હોય, લીફ્ટને અડક્યા બાદ, દરવાજો ખોલ્યા બાદ પોતાના વાહનનો ઉપયોગ કર્યા બાદ તમારા હાથ અવશ્ય ધોઈ લો.

* વિશેષજ્ઞ સલાહ આપે છે કે હાથને લગભગ 15 સેકંડ સુધી ધોવા જોઈએ. આના માટે ગરમ પાણીનો અને સારા લીક્વીડ હેંડ વોશનો ઉપયોગ કરી શકો છો.

* જ્યારે પણ તમને લાગે કે શરદી થઈ રહી છે ત્યારે વિટામીન સી યુક્ત ખોરાક લેવાનો શરૂ કરી દો. આ ખોરાક 250 એમજીથી 500 એમજી સુધી લઈ શકો છો.

* શરીરમાં પાણીની ઉણપ ન થવા દેશો. પૌષ્ટિક વસ્તુઓ ખાવ તે તમને શરદીમાંથી બચાવશે. આની પૂર્તિ માટે ફળનો રસ પીવો.