માતાનું દૂધ માનવ સમાજ માટે ઋણ

Webdunia
N.D

માતાના દૂધને લીધે બાળક જીંદગીભર નિરોગી રહે છે. તેના લીધે સમાજ પર કોઈ બિમારી નથી આવી પડતી. નવજાત બાળક માટે માતાનું દૂધ અમૃત સમાન છે. તેના લીધે માણસ સ્વસ્થ રહે છે.

નવ મહિના સુધી બાળકને ગર્ભ દ્વારા રક્ષણ આપ્યા બાદ જીંદગીભર બિમારીઓથી સુરક્ષા કરવાની જવાબદારી માતાના દૂધ પર રહેલી છે. માતાના દૂધનું એટલા માટે મહત્વ છે. બાળક માટે માતાનુ દૂધ એક સુરક્ષા કવચ જેવું છે. કોલોસ્ટ્રમ એટલે કે પ્રસવ બાદ તુરંત આવતુ પીળા રંગનું દૂધ જે બાળક માટે અમૃત સમાન છે. તેના લીધે બાળકને જીંદગીભર રોગથી લડવાની પ્રતિરોધક શક્તિ મળે છે.

આધુનિક માતાઓ જે પોતાના બાળકને આ પ્રકૃતિના અનુપમ ઉપહારથી વંચિત રાખે છે તેમણે એક વાત જાણી લેવી જોઈએ કે સ્તનમાંથી વહેતુ આ ઝરણું ફક્ત બાળક માટે જ બનેલું હોય છે. આની અંદર તમારા બાળક માટે બધા જ પ્રકારના તત્વો હોય છે જેનાથી બાળકને દરેક પ્રકારની મુશ્કેલીઓથી છુટકારો મળી શકે છે. સ્તનપાનનો એક મોટો ફાયદો તે પણ છે કે તમે બિમાર હોવ છતાં પણ બાળકને કોઈ પણ જાતની મુંઝવણ વિના સ્તનપાન કરાવી શકો છો. તેનાથી બાળકને તમારી બિમારી પણ નથી લાગતી.

આ દૂધની અંદર સંપુર્ણ કેલરી મળી રહે છે જેના દ્વારા બાળકનો સ્વાભાવિક વિકાસ થાય છે. આની અંદર પ્રોટિન, લૈક્ટોસ, વિટામીન, આયરા, ખનિજ તત્વ, પાણી અને એંજાઈમ્સ એટલી માત્રામાં જ ઉપલબ્ધ હોય છે જેટલી માત્રામાં તેને મળવા જોઈએ. આની અંદર વિટામીન એ, સી અને ઈ તો ગાયના દૂધ કરતાં પણ વધારે હોય છે. જે બાળક માતાનું સ્તનપાન કરીને મોટા થયા તેમને પાછળથી ડાયાબિટિશ, અસ્થમા, એલર્જી કે હાર્ટ ડીસીઝ થતાં નથી. આવા બાળકની અંદર બીજાની ઉપેક્ષાએ આઈક્યુ પણ વધારે હોય છે. સ્તનપાનના લીધે મસ્તિષ્કનો સારો એવો વિકાસ થાય છે એટલા માટે તેમની જોવાની, શીખવાની અને સાંભળવાની ક્ષમતા પણ વધારે હોય છે.

સ્તનપાન કરાવવાથી ફક્ત બાળકને જ ફાયદો થાય છે તેમ નથી પરંતુ માતાને પણ ફાયદો થાય છે. સ્તનપાન કરાવતી માતાની ફિગર બની રહે છે અને જાડાપણું પણ વધતું નથી. સ્તનપાન કરાવતી હોય તે સમયગાળામાં ગર્ભધારણની શક્યતા પણ ઓછી થઈ જાય છે. તેનાથે કેંસરની આશંકા પણ ઘટી જાય છે. સાથે સાથે બાળકને વધારે સ્તનપાન કરાવવાથી બાળકની સાથે માતાનો સારો તાલમેળ બંધાય છે.