નીચું કદ! વાંધો નહિ, યોગ કરો

Webdunia
N.D

માણસના શરીરની અંદર ઘણી બધી ગ્રંથિઓ હોય છે. આ ગંથિઓ દ્વારા હાર્મોનનું સ્ત્રાવણ સ્થાય છે. આમ તો કેટલાયે પ્રકારની ગ્રંથિઓ હોય છે પરંતુ થાઈરાઈડ ગ્રંથિની સીધી અસર માણસની લંબાઈ સાથે છે. યુવાવસ્થાની અંદર આ રીતની ગ્રંથિની સક્રિયતાને લીધે ઉંચાઈ વધારે લાંબી થઈ જાય છે. આ ગ્રંથિ શરીરની અંદર હાર્મોન અને જોશ પેદા કરે છે. જો યુવાવસ્થા પહેલાં આ હાર્મોનના સ્ત્રાવને થોડાક વધારે તેજ કરી દેવામાં આવે તો લંબાઈને વધારી શકાય છે. જે બાળકોના મા-બાપ નીચા છે જેમને લાગે છે કે તેમની ઉંચાઈ ઓછી છે તેઓ દરરોજ થાઈરાઈડ ગ્રંથિ પર કાર્ય કરે તો તેમની ઉંચાઈ વધારવામાં થોડીક સફળતા મળી શકે છે.

* સૌ પ્રથમ તો જો તમે ઈચ્છતાં હોય કે તમારી લંબાઈ વધારવી છે તો તમે નીચી ગરદન કરીને ચાલવાનું છોડી દો. જ્યારે પણ બેસો ત્યારે કમરને એકદમ સીધી કરીને બેસો. કમર જેટલી ખેચાયેલી રહેશે લંબાઈ તેટલી જ વધશે.

* તાડાસન : કોઈ પણ સ્થિતિમાં આખા શરીરને શ્વાસ ભરીને ખેંચી શકાય તેટલુ ખેંચવુ અને શ્વાસ છોડતાં છોડતાં પાછા તે જ સ્થિતિમાં આવવું.

* ધનુરાસન : પેટના ભાગે ચત્તા સુઈ જઈને બંને પગને પાછળની તરફ વાળીને તેના અંગુઠા હાથથી પકડીને શ્વાસ ભરતાં ભરતાં આખા શરીરને ઉપરની તરફ ખેંચો. પછી શ્વાસ છોડતાં છોડતાં પાછા આવો.

* ચક્રાસન : પીઠના ભાગે ચત્તા સુઈ જઈને બંને હાથ અને પગને પાછળની તરફ વાળીને શરીરનો વચ્ચેનો ભાગ ઉપરની તરફ ઉઠાવવો. ગરદન નીચેની તરફ લટકતી રાખવી. શ્વાસ છોડતાં છોડતાં પાછાં પોતાની સ્થિતિમાં આવી જવું.

* સુર્ય નમસ્કાર : ઉંચાઈ વધારવા માટે સુર્ય નમસ્કાર પણ ઘણાં મહત્વનાં છે. ગરદનની મસાજ હલ્કા હાથે ઉપરની તરફ કરવામાં આવે તો થાઈરાઈડ ગ્રંથિને વધારે સક્રિય કરી શકાય છે.

વ્યાયામની સાથે : વ્યાયામની સાથે સાથે ભોજનમાં એવી વસ્તુઓનું ધ્યાન રાખો કે જેની અંદર ભરપુર માત્રામાં આયોડીન અને કેલ્શિયમ હોય. ઉંચાઈ વધારવા માટે દવાઓનું સેવન હાનિકારક છે.