તણાવમુક્ત રહો

Webdunia
W.DW.D

તણાવ કોઇ પણ ઝેરથી ઓછો નથી હોતો. આ આપણા શરીરને ધીરે ધીરે ખતમ કરી નાંખે છે. હંમેશા તણાવગ્રસ્ત રહેનાર વ્યક્તિ ફક્ત માનસિક રોગોથી જ નહી પરંતુ બીજી પણ ઘણી બધી બિમારીઓનો ભોગ બને છે. આવો તો તણાવથી મુક્ત રહેવાના થોડાક ઉપાયો જાણીએ.

પોતાની જાતને ક્યારેય પણ કમજોર ન માનશો અને તેને સ્વીકારશો પણ નહી. પોતાની નાની સફળતાને પણ ક્યારેય નજરઅંદાજ ન કરશો. પોતાની જાતને શાબાશી આપો. તેનો અર્થ એ નથી કે નાની સફળતા પર તમે તમારી જાત પર ગર્વ કરો પરંતુ તેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે.

લાંબા સમયગાળા બાદ પરિણામ આપનાર કાર્યોની સાથે સાથે જલ્દી પરિણામ આપનાર કાર્ય પણ કરતાં રહો જેથી કરીને તમે તણાવથી મુક્ત રહો.

કંઈ પણ વિચાર્યા વિના કાર્ય કરવાથી પણ તણાવ વધે છે એટલા માટે સમજી વિચારીને કોઇ પણ કર્ય કરવું જોઈએ.

કોઇ પણ કાર્ય કે સમસ્યાનો ઉપાય તમારા હાથમાં ન હોય તો તેને તેના સમય પર છોડી દેવી જ ઉચીત રહેશે.

જેમાં તમને રસ હોય તેવા કાર્ય કરવાથી કે સંગીત સાંભળવાથી અને ફરવાથી પણ તણાવ ઓછો થાય છે.

ક્યારેય કોઇની સાથે ઝગડો ન કરશો. જો ક્યારેય પણ આવી સ્થિતિ આવી જાય તો સમસ્યાનો ઉકેલ લાવવાની કોશીષ કરો. આનાથી તમે તણાવગ્રસ્ત થવાથી પણ બચી જશો.

કોઇ પણ સાબિતી વિના કોઇ પર શક ન કરશો કેમકે શક પણ કોઇ ઝેરથી ઓછો નથી હોતો. શક કરવાથી પણ તણાવ ઉત્પન્ન થાય છે તેનાથી સંબંધો પણ બગડે છે અને પરિવારમાં પણ તિરાડ પડે છે.

ઘરના બધા કાર્યો પૂર્ણ કરવાના ચક્કરમાં જો કાર્ય અધુરૂ રહી જાય તો કોઇ ચિંતા ન કરશો.

જો કોઇ કારણોસર વધારે પડતી મુશ્કેલીના કારણે ટેંશન આવી જાય તો તે સમયે ધીરજથી કામ લો.

વધારે પડતાં બોજ વાળા કામ ન કરશો. તેનાથી પણ થકાવટ અને પરેશાની વધે છે. વચ્ચે વચ્ચે થોડોક વિશ્રામ પણ કરી લો.

મનોચિકિત્સકોનું કહેવું છે કે હાથ પર હાથ રાખીને બેસવાથી કોઇ પણ સમસ્યાનું હળ નથી મળી જતું. તેનાથી તણાવ વધે છે તેથી તણાવનું કારણ જાણીને તેને દૂર કરવાનો દ્રઢ નિશ્ચય જ શક્તિ વધારે છે અને આનાથી જ સફળતા પ્રાપ્ત થાય છે.

સામાજીક આદાન પ્રદાન પણ એક સીમા સુધી રાખો કેમકે તેનાથી પણ તમે તણાવગ્રસ્ત થઈ શકો છો. ક્યારેક વધારે પડતી સહાનુભૂતિ પણ બોજ લાગે છે.