ડુંગળી લસણના ફાયદા

Webdunia
N.D

ડુંગળી, લસણ, લીક, ચીવ્સ, શૈલોટ અને ડુંગળીની જાતિના આવા બીજા કંદમૂળ ફળોમાં ઓર્ગેનોસલ્ફર કંપાઉંડસ હોય છે જેને એરોમેટિક ફાયટોન્યુટ્રીએંટ્સ કહે છે.

આને લીધે જ ડુંગળીને છોલતી અને સુધારતી વખતે આંખની અંદર પાણી આવી જાય છે. શાલી ફરટોન્યૂટ્રીએંટ્સ કેંસર અને કોરોનરી હાર્ટ ડિસીજનું જોખમ ઘટવાની સાથે સાથે બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમાં રાખે છે.

આ વસ્તુઓની અંદર એક ખાસ પ્રકારનું ફરંટૉન્યુટ્રીએંટ-ફ્લોવોનોઈટ્સ મળી આવે છે. ખાસ કરીને ડુંગળીની અંદર ફ્લેવોનોઈડ ક્વેસિટીન હાજર રહે છેજે એક શક્તિશાળી એંટીઓક્સીડેંટ છે.

વિશેષજ્ઞોનું માનવું છે કે આ પ્રાકૃતિક રસાયણ અસ્થમાના ઈલાજ માટે રક્ત વાહિનીઓની રક્ષા અને ટ્યુમરની રોકધામ માટે સક્ષમ છે. જો પહેલાથી જ ટ્યુમર હોય તો આ તેની વૃધ્ધિને ધીમી કરી દે છે.

કેસીટિન પણ હૃદય રોગની અંદર ફાયદાકારક છે. આ રક્ત વાહીનીઓની અંદર ચોટી જતી એલડીએલ એટલે કે કોલેસ્ટ્રોલની દિવાલોમાં ચિપકી જવાથી રોકી દે છે.