ડાયાબિટીસના દર્દીઓમાં રક્તમાં ગ્લુકોઝનુ સ્તર સામાન્યથી વધુ હોય છે. રક્તમાં ગ્લુકોઝનુ સ્તર વધવાનું કારણ ઈંસુલિન નામના હાર્મોનની માત્રામાં કમી કે તેની કાર્યક્ષમતામાં કમી છે.
ઈંસુલિન કોઈ દવા નથી પરંતુ શરીરમાં સામાન્ય રીતે ઉત્પન્ન થતો પદાર્થ(હાર્મોન) છે. જે વ્યક્તિમાં ઈંસુલિન ખૂબ જ ઓછા પ્રમાણમાં બની રહ્યુ છે, તેને ઈંસુલિન ઉપરથી ઈંજેક્શન દ્વારા આપવામાં આવે છે. ઈસુલિન એક પ્રોટીન હાર્મોન છે, જે દરેક વ્યક્તિના રક્તમાં જોવા મળે છે. આ હાર્મોન પેટમાં સ્થિત પેન્કિયાજ નામની ગ્રંથિથી કાઢવામાં આવે છે. રક્તમાં હાજર ગ્લુકોઝનો ઉપયોગ કરવા માટે શરીરમાં પૂરતા પ્રમાણમાં ઈંસુલિન હોવુ ખૂબ જ જરૂરી છે.
ઈંસુલિન ઈજેક્શન લગાવવાની રીત :
ઈંસુલિનને શરીરના આ સ્થાન પર લગાડી શકાય છે.
પગ : જાંધ પર સામેની બાજુ પેટ : નાભીથી 5 સેટીમીટર દૂર બંને બાજુ હાથ : બોંડ બહારની તરફ
ઈસુલિન લેવાના સાધનો
- ઈંસિલિન સીરિઝ - ઈસુલિન પેન - ઈસુલિન પમ્પ
સીરિઝ દ્વારા ઈંજેક્શન લેતા હોય તો ધ્યાન રાખો -
- બજારમાં મળતા ઈંસુલિન યૂનિટ 40 કે યૂનિટ - 100 એમ બે પ્રકારના પેકિંગમાં મળે છે. જો યૂનિટ 100 ઈસુલિન લેતા હોય તો યૂનિટ - 100 સીરિંજ. જેનુ ઢાંકણ નારંગી રંગનુ હોય છે, તેનો જ ઉપયોગ કરો. આ જ રીતે યૂનિટ - 40 ઈંસુલિનની સાથે યૂનિટ 40 સીરિંજ જેનુ ઢાંકણ લાલ રંગનુ હોય છે તેનો ઉપયોગ કરો.
- ઈંસુલિન લગાવતા પહેલા વાયલનો ઉપરનો બહગ સ્પ્રિટથી સસફ કરો અને સુકાવા દો. જે માત્રામાં ઈંસુલિન લગાવવનુ છે એ જ માત્રાની હવા સીરિંજમાં ભરી લો અને તેની હવાને સીરિંજથી વાયલમાં નાખી દો.
- હવે નિયમિત પ્રમાણમાં ઈંસુલિન વાયલમાંથી કાઢી લો અને સીરિંજથી હવાના પરપોટાને કાઢી લો.
- શરીરનો એ ભાગ જ્યા ઈંસુલિન લગાડવાનુ છે, ત્યા ત્વચાને ફોલ્ડ કરી લો. (એક હાથની આંગળી અને અંગૂઠાથી) અને આ ફોલ્ડમાં બીજા હાથ વડે ઈંસુલિન લગાવી લો.
સીરિંજ કાઢતા પહેલા 10 સુધીની ગણતરીકરો. સીરિંજ કાઢતા પહેલા ત્વચાના ફોલ્ડને છોડી દો. પેનથી ઈંસુલિન લેતા હોય તો પેનને નિર્ધારિત માત્રામાં ડાયલ કરીને ત્વચાના ફોલ્ડમાં ઈંસુલિન લગાવી દો.
ધ્યાનમાં રાખવાની વાતો
- ઈંસુલિન પેનમાં રહેતા ઈંસુલિનને એક મહિના સુધી સામાન્ય તાપમાન (2 થી 30 ડિગ્રી સેંટીગ્રેડની વચ્ચે) રાખી શકાય છે.
- ઈંસુલિન વાયલને પણ રૂમના તાપમાન પર એક મહિના સુધી મુકી શકાય છે. જો તેનાથી ઓછા કે વધુ તાપમાન હોય તો ઈંસુલિનને રેફ્રીજરેટરમાં (2 થી 8 ડિગ્રી સેંટીગ્રેટ) પર મુકો.
- ઈંસુલિન જો રેફ્રીજરેટરમાં રાખતા હોય તો તેને લગાડવાના 1/2 (અડધો) કલાક પહેલા બહાર કાઢી લો.
- ઈંસુલિનની શીશીને બંને હાથની વચ્ચે 15-20 વાર ફેરવો જેથી તે એક જેવી સફેદ થઈ જાય.
- ઈંસુલિન પેન અને વાયલમાં બચેલા ઈંસુલિનનો એક મહિના પછી ઉપયોગ ન કરો. ઈંસુલિન વાયલ એક પેનને ક્યારેય પણ ગરમ સ્થાન (જેવા કે ગેસની પાસે, કારમા ડેશ બોર્ડ)પર ન મુકો.
- સોય અને સીરિંજનો યોગ્ય રીતે ડિસ્પોઝ કરો જેથી કોઈ અન્ય વ્યક્તિ અથવા પશુને તેનાથી સંક્રમણ ન લાગે.
આ પરિસ્થિતિમાં ઈંસુલિન જરૂરી દવા છે
- ટાઈપ - 1 ડાયાબિટીસ 2. જેસ્ટેશનલ ડાયાબિટીસ - ડાયાબિટીસ કિટોએસિડોસિસ અને કિડની ખરાબ થવા પર - હાર્ટ એટેક, લકવાગ્રસ્ત દર્દીઓમાં અને ગંભીર પ્રકારના સંક્રમણ અને ટીબીમાં
ટાઈપ - 1 ડાયાબિટીસના દર્દીઓને માટે ઈંસુલિન જીવનરક્ષક દવા છે. અચાનક ઈંસુલિન લેવાનુ બંધ કરી દેવામાં આવે તો ફક્ત થોડાક જ દિવસમાં દર્દીનુ મોત થઈ શકે છે. તેની માત્રાને ઓછી કે વધારે કરવી એ પણ ખતરનાક સાબિત થઈ શકે છે. તેથી ડોક્ટરના બતાવ્યા મુજબ જ ઈંસુલિન લો. વર્તમાનમાં ઘણા પ્રકારના ઈંસુલિન મળે છે. કેટલા ઈંસુલિન ફક્ત 3-4 કલાક સુધી અસર કરે છે તો કેટલાક ઈંસુલિન 12 કલાક તો કેટલાક 24 કલાકથી પણ વધુ સમય સુધી અસર કરે છે. ડોક્ટરની સલાહ લીધા વગર તમારુ ઈંસુલિન બદલો નહી. ઈંસુલિનનો પ્રકાર બદલવાની સાથે જ તેની માત્રા પણ બદલવાની હોય છે.