ટીબીનો રોગ પાંચ લાખ વર્ષ જુનો

Webdunia
NDN.D

લંડન (નઈ દુનિયા) માનવામાં આવે છે કે ટીબીની બિમારી પાંચ લાખ વર્ષ જુની છે. વૈજ્ઞાનીકોના હાથ લાગેલ પાંચ વર્ષ જુના જીવાશ્મમાં ટીબીના લક્ષણ મળી આવેલ છે. આનો અર્થ એ છે કે ટીબીની બિમારી પાંચ લાખ વર્ષ પહેલા પણ મનુષ્યોની અંદર હાજર હતી.

સંશોધનકર્તાઓનું કહેવું છે કે આ શોધથી તે સારી રીતે સમજવામાં મદદ મળશે કે પર્યાવરણ સ્વાસ્થ્યનો મનુષ્યના વિકાસમાં તે સમયે શું પ્રભાવ પડતો હતો અને અત્યારે શું છે?

વૈજ્ઞાનિકોને મળેલ આ જીવાશ્મ પશ્ચિમી તુર્કીમાં કોકાબાસની નજીક એક રોક માઈનમાં મનુષ્યના પૂર્વજોની વિલુપ્ત પ્રજાતિ હોમો ઈરેક્ટસના છે.

આની ખોપડીની બનાવટ અને લાંબી ભ્રમણોને જોઈને વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે જે પુરૂષના આ જીવાશ્મ છે તેની ઉંમર લગભગ 15 થી 40 વર્ષની વચ્ચેની રહી હશે. વૈજ્ઞાનિકોને આ સિવાય થોડીક અન્ય જાણકારીઓ પણ મળી છે.

આસ્ટિન સ્થિત ટેક્સાસ યૂનિવર્સિટીના માનવ વિજ્ઞાની જોન કેંપમેનલ કહે છે કે ખોપડીની અંદર ઘણી જગ્યાએ નાના નાના ઘાવના નિશાન પણ હતાં જે એક વિશેષ પ્રકારની ટીબીના લક્ષણ છે.

આ સંક્રમણના કારણે ખોપડીના પડે હાડકાઓ પર દબાવ નાંખ્યો હશે અને જેને કારણે તે જ્ગ્યાઓ પર ઘાવના નિશાન પડી ગયા હશે. કેંપમેનલની આ શોધ અમેરીકન જર્નલ ઓફ ફીજીકલ એંથ્રોપોલોજીના રવિવારના અંકમાં પ્રકાશિત થયેલ છે.