જ્યારે કોઇ બિમાર હોય ત્યારે

Webdunia
NDN.D

પરિવારમાં અને ઘરમાં જ્યારે કોઇ બિમાર થઈ જાય છે ત્યારે ઘરના લોકોની વર્તણુંક તેમના તરફ બદલાઈ જાય છે. જેમકે બિમાર થનાર વ્યક્તિએ કોઇ ગુનો કરી લીધો હોય તેવું લાગે છે.

નાના પરિવારમાં અને જ્યાં નોકરી ધંધો કરતાં હોય તેવા પરિવારમાં તો બિમારની ઉપેક્ષા થઈ જ જાય છે. કોઇ પણ પોતાની મરજીથી બિમાર નથી થતું અને ના કોઇને બિમાર થવાનો શોખ હોય છે.

જો તમારી પાસે આવા કોઇ પણ પ્રકારની મુસીબત આવી જાય તો ?

* ગભરાશો નહી કે બિમાર વ્યક્તિને પણ ગભરાવા દેશો નહી તેને દિલાસો આપો કે પછી તરત જ ડોક્ટરને બતાવી દો. ઘણી વખત થૉડીક ઉપેક્ષા ગંભીર કારણ બની શકે છે.

* જો તમે દર્દીને ડોક્ટર પાસે લઈ જઈ શકતાં હોય તો જ લઈ જાવ નહીતર ડોક્ટરને ઘરે બોલાવી લો. તમે ગમે તેટલા બુધ્ધિમાન હોય છતાં પણ જાતે ડોક્ટર બનીને તેનો ઇલાજ કરશો નહી.

* બીમારે પણ ધ્યાન રાખવું જોઈએ કે પરિવારનો કોઇ સભ્ય સલાહ આપીને તેની મરજી પ્રમાણે દવા આપતો હોય તો તે ન લેતાં ડોક્ટરની સલાહ પ્રમાણે દવા લે.

* પોતાની નોકરીનો મોહ કરવો એ સારી વાત છે પરંતુ તમારા પરિવારના સભ્ય કરતાં વધું મોહ નોકરીનો ન કરવો.

* મહિલાઓ ખાસ કરીને આ સમયે તણાવગ્રસ્ત થઈ જાય છે, પરિવાર, બાળકો અને ઉપરથી બિમાર સભ્ય પણ. આ સમયે કોઇ એક મહિલાએ બિમાર વ્યક્તિની સંભાળ લેવાની જવાબદારી લઈ લેવી જોઈએ.

* જ્યારે પણ બિમારની સેવા કરવે હોય તેને દવા વગેરે આપવાની હોય ત્યારે પોતાનું મો રૂમાલ વડે ઢાંકી દો. આવું કરવાથી બિમાર વ્યક્તિએ ખોટુ લગાડવું જોઈએ નહી કે તેની પાસે વ્યક્તિ આવી રીતે આવી રહી છે આ સુરક્ષીત ઇલાજ છે.

* જો તમારા ઘરનો વ્યક્તિ કોઇ ગંભીર બિમારીનો શિકાર હોય તો અને તમારી સ્થિતિ સારી ન હોય તો કોઇ ચેરીટેબલ સંસ્થાને સંપર્ક કરો. સંસ્થાને બિમારના બધા જ પેપર્સ બતાવો તેનાથી તમને મદદમાં આસાની થશે.