ગરમીને શીતળ બનાવવા માટે

Webdunia
N.D

ગરમીની ઋતુમાં લીંબુનુ પાણી, નારીયેળનું પાણી અને છાશનું સેવન વધારે માત્રામાં કરવું જોઈએ. આ ફક્ત શરીરને ઠંડક જ નથી પહોચાડતાં પરંતુ શરીરની અંદરથી પરસેવા રૂપે જે પાણી નીકળી જાય છે તેની પણ આપૂર્તિ કરે છે.

ખુબ જ ઠંડા પીણા પીવાથી બચો. ખુબ જ ગરમીમાં ઠંડુ પાણી તો સારૂ લાગે છે પરંતુ શરીરને ઠંડક નથી પહોચતી. આનાથી ત્વચાની બ્લડ વેસલ્સ પિચકી જાય છે અને શરીરમાંથી ગરમી વધારે નથી નીકળી શકતી.

આ ઋતુમાં ચાટ-પકોડી ખાવાથી પણ બચો. ચાટની અંદર બાફેલ બટાકાનો ઉપયોગ થયો હોય છે અને આ બટાકા જો તે જ દિવસે ઉપયોગમાં લેવાય તો ઠીક છે નહિતર બીજા દિવસે તેને ખાવાથી બિમારીને નિમંત્રણ મળી જાય છે.

કેફિનયુક્ત વસ્તુઓ અને સોફ્ટ ડ્રિંક્સ પણ ઓછા લો. આની અંદર પ્રિઝવેટિવ્સ, રંગ અને શુગરની ભરપુર માત્રા હોય છે. આ અમ્લીય પ્રકૃતિ અને ડાઈયૂરેટિક હોય છે જે શરીરની અંદરથી પાણી અને મળમૂત્રના રૂપે નીકળી જાય છે. સોફ્ટ ડ્રિંક્સમાં ફોસ્ફોરિક એસિડની માત્રા વધારે હોય છે જેનો પ્રભવા પાચન પર પડે છે. આનાથી શરીરની અંદર મીનરલ્સની માત્રા પણ ઓછી થઈ જાય છે.

કાપેલા ફળ ખાસ કરીને તડબુચ, શક્કર ટેટી, જુના ફળો અને તેવા ફળના જ્યુસનું ક્યારેય પણ સેવન ન કરશો. તાજા ફળનો જ ઉપયોગ કરો. વધારે સમય સુધી ફ્રિજમાં કાપીને મુકી રાખેલ ફળનો પણ ઉપયોગ કરશો નહિ.

જમવામાં પનીરના શાક, દૂધમાંથી બનેલ વસ્તુઓ જેવી કે મલાઈ કોફતા વગેરેનું પણ સેવન ટાળો. આ બધી વસ્તુઓ ગરમીમાં જલ્દી ખરાબ થઈ જાય છે.

તળેલી વસ્તુઓ જેવી કે પકોડા, વડા, ચિપ્સ, નમકીન વગેરેથી બચો કેમકે તેની અંદર પણ થર્મલ ઈફેક્ટ હોય છે જે ગરમી પેદા કરે છે.

પાણી વધારે માત્રામાં પીવો પાણી શરીરને ઠંડક પહોચાડે છે. પાણી પીવાથી શરીરની ગરમી સાચા રૂપે બહાર નીકળી જશે.