કાચા શાકભાજીનું સલાડ

Webdunia
N.D
ભોજનમાં કોઈ પણ ઉણપ ન રહી જાય અને બધા જ વિટામીન અને પ્રોટીનનો સમાવેશ થાય એટલા માટે આપણે કેટલાયે પ્રકારના ભોજન લઈએ છીએ. સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે અને શરીરની નબળાઈને દૂર કરવા માટે આપણે ઘણી દવાઓ પણ લઈએ છીએ.

પરંતુ દવાઓથી મળતી શક્તિ વધારે સમય સુધી ટકી રહેતી નથી. પ્રાકૃતિક રીતે એટલે કે ભોજન દ્વારા મળતી શક્તિ હંમેશા સ્થાયી રહે છે.

જો આપણે આપણા રોજીંદા ભોજનની અંદર કાચા શાકભાજીનું સલાડ લઈએ તો ખુબ જ સર્વોત્તમ આહાર ગણાશે. કાચી શાકભાજીની અંદર પ્રાકૃતિક તત્વોનો ખજાનો ભરેલો હોય છે. જો તેમને તેના મૂળ રૂપમાં જ ખાવામાં આવે તો તેની પૌષ્ટિકતા નષ્ટ થતી નથી અને શરીરને જરૂરી બધા જ તત્વો મળી રહે છે.

શાકભાજીના સલાડને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે તમે તેમાં દહી, મીઠું, મધ વગેરેને ભેળવી શકો છો. સાથે સાથે ગોળ, સુકી દ્વાક્ષ, દ્રાક્ષનો રસ, ધાણા, ફુદિનો વગેરેનો ઋતુ પ્રમાણે સમાવેશ કરી શકો છો.

સલાડ માટે તાજા શાકભાજી અને ફળનો જ ઉપયોગ કરવો જેથી કરીને તેના પ્રાકૃતિક ગુણો નષ્ટ ન થાય. શાકભાજીમાં પાંદડાવાળી શાકભાજીનો જ ઉપયોગ કરો.

ખાસ વાત કે સલાડમાં વધારેમાં વધારે ત્રણથી ચાર જ શાકભાજીનો ઉપયોગ કરવો તેનાથી વધારે શાકભાજી સલાડની મજા બગાડી દેશે.