કારેલાનું નામ સાંભળીને મોઢામાં કડવાહટ આવી જાય છે. પરંતુ આના સ્વાદ પર ન જશો કેમકે આ કોઇ પણ ફળ અને શાકભાજીથી ઓછું નથી.
કારેલા ગરમીમાં તાજગી આપનાર શકભાજી છે. આમાંથી ફોસ્ફરસ પર્યાપ્ત માત્રામાં મળી રહે છે. આ કફની ફરિયાદને દૂર કરે છે. આના સેવનથી કબજીયાત પણ મટી જાય છે. ભોજન સ ર ળતાથી પચી જાય છે અને ભુખ પણ ખુલીને લાગે છે.
દમ થવા પર મસાલા વિના અને તેના છોતરા ઉતાર્યા વિના શાક બનાવીને ખાવાથી ફાયદો થાય છે. પેટમાં ગેસ થઈ ગયો હોય કે અપચો થયો હોય તો કારેલાનો જ્યુસ પીવાથી ફાયદો થાય છે. લકવાના દર્દી માટે કાચા કારેલા ખુબ જ ફાયદાકારક રહે છે.
ઉલ્ટી થતી હોય તો કારેલાના રસમાં થોડુક સિંધાલુણ નાંખીને પીવાથી તુરંત જ લાભ થાય છે. યકૃતને લગતી બિમારીઓમાં પણ કારેલા રામબાણ ઔષધિ છે. પ ે ટમાં નળ ભરાઈ ગયાં હોય કે પછી યકૃત વધી ગયું હોય તો અડધા કપ પાણીની અંદર બે મોટી ચમચી કારેલાનો રસ નાંખીને જ્યા ં સુધી સારૂ થાય ત્ય ા સુધી દરરોજ દિવસમાં ત્રણ ચાર વખત પીવાથી લાભ થાય છે. પીડીયાના રોગમાં પાણીમાં કારેલા પીસીને પીવાથી લાભ થાય છે.
કારેલા લોહીને શુધ્ધ બનાવનાર શાકભાજી છે. ડાયાબિટીશના દર્દીએ અડધા કપ કારેલાના રસમાં સમાન માત્રામ ા ગ ાજરનો રસ ભેળવીને પીવાથી ફાયદો થાય છે. હાથપગમાં બ ળતરા થતી હોય તો કારેલાના રસની માલિશ કરવાથી ફાયદો થાય છે.