અલ્ઝાઈમરની સારવાર માટે નવી દવા

ભાષા
N.D

શિકાગો. તાજેતરમાં એક પરિક્ષણમાંથી પસાર થઈ રહેલી અલ્ઝાઈમરની એક દવામાં દર્દીઓનાં મગજમાં જામ થઈ જતાં પ્રોટિનની ગાંઠને ઓગળવા માટે આશાની કિરણ દેખાયું છે.

શિકાગોમાં એક મેડિકલ સમ્મેલનમાં રેંબર્ર નામની દવાનાં ઘણાં સારા પરિણામો વિશે જણાવવામાં આવ્યું હતું. આ પહેલાં હાલના પરિક્ષણોમાં અસફળતા મળી છે. આ દવાનો વિકાસ સુંગાપુરની એક કંપની તોરેક્સ થેરાપ્યૂટિક્સે કર્યો છે.

જો કે રેંબર્ર વિશે વિશેષજ્ઞોમાં ખુબ જ ઉત્સુકતા છે પરંતુ તે છતાં પણ તેમણે આગાહી કરી છે કે વધારે ઉત્સાહીત થવાની જરૂરત નથી. કારણ કે તેને હજુ બજારની અંદર આવતાં ઘણાં વર્ષો લાગી જશે.

નેશનલ ઈંસ્ટીટ્યુટ ઓફ એજીંગમાં અલ્ઝાઈમર શોધના નિદેશક માર્સેલીએ મારિસન બોગોરાડને કહ્યું કે મે આ બિમારીના સંદર્ભે રેંબર્રમાં ઘણાં સકારાત્મક પરિણામો જોયા છે.

હાલમાં અલ્ઝાઈમર માટે ફક્ત ચાર જ દવાઓ બજારની અંદર ઉપલબ્ધ છે જે આ બિમારીના લક્ષણોને ઓછા કરવા માટે મદદરૂપ છે.

દસકાથી વૈજ્ઞાનિક એક જુદા પ્રકારની પ્રોટીન બીટા એમાઈલાયડ પર ધ્યાન કેંદ્રીત કરી રહ્યાં છે પરંતુ તેમને કારગર સફળતા હજુ સુધી મળી નથી.