વાડીલાલ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ (IGFF) ની બીજી આવૃત્તિનું આયોજન 7 , 8 અને 9 જૂનના રોજ AMC 30, ઓરેન્જ, લોસ એન્જલસમાં કરવામાં આવ્યું હતું. ખાસ મહેમાનો, ગુજરાતી સમુદાય, સ્થાનિક સેલિબ્રિટીઝ અને મીડિયાના ઘણા પ્રતિષ્ઠિત લોકોએ આ ફેસ્ટીવલના પ્રથમ દિવસે રેડ કાર્પેટ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. બીજા દિવસે વિવિધ ગુજરાતી ફિચર ફિલ્મો, શોર્ટ ફિલ્મો, ડોક્યુમેન્ટરી ફિલ્મો અને The Ideals of Mahatma Gandhi પર આધારિત ફિલ્મોની રજૂઆત કરવામાં આવી હતી. ફેસ્ટીવલના ત્રણેય દિવસો દરમિયાન આશરે 4000 જેટલા લોકોએ હાજરી આપી હતી અને ગુજરાતી ફિલ્મોને માણી હતી. ફેસ્ટીવલના છેલ્લા દિવસે ફિલ્મોની સ્ક્રીનિંગ સાથે, સાંજે એવાર્ડ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતી અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી એમ મોનલ ગજ્જર ઉપરાંત ફેસ્ટિવલ ડિરેક્ટર ઉમેશ શુક્લા અને ફેસ્ટિવલ જ્યુરી સભ્યો જય વસાવડા, સૌમ્ય જોશી અને ગોપી દેસાઈ સાથે હાજરી આપી હતી. ફેસ્ટિવલમાં સિલેક્ટ થયેલી ફિલ્મોના દિગ્દર્શક અને નિર્માતાઓ પણ પોતાની ફિલ્મોને રીપ્રેઝેન્ટ કરવા માટે ખાસ ભારતથી આવ્યા હતા. ફેસ્ટિવલના સ્થાનિક સહયોગીઓ ડૉ. ભરત પટેલ, અનિલ શાહ અને ઉજ્જવલ ઝવેરી પણ ફેસ્ટીવલમાં હાજર રહ્યા હતા. IGFF એ ફિલ્મ સ્ક્રીનીંગ ની સાથોસાથ ગુજરાતી ફિલ્મ મેકર્સને જરૂરી નેટવર્કિંગ તેમજ બેસ્ટ ગુજરાતી ફિલ્મો દર્શ્વવાની તકો પુરી પાડી.