બનાવવાની રીત - સૌ પ્રથમ બેસનને ગાળી લો. હવે તેમાં આદુ-મરચાનુ પેસ્ટ અને મીઠુ નાખી મિક્સ કરો. આખરે તેમાં તેલ અને સોડા નાખી ખૂબ ફીણો અને આથો આવવા દો. આથો આવ્યા પછી તે ખીરાને તરત જ થાળીમાં તેલ લગાવી ખીરાને પાથરી લો. હવે આ થાળીને કૂકરામાં રાખો અને ઢકાણુ બંદ કરી દો.
ધ્યાન રાખો કે કૂકરની સીટી નહી લગાવવી.
મધ્યમ તાપ પર 20-25 મિનિટ સુધી વરાળથી બાફી લો. 10 મિનિટ ઠંડુ થયા પછી તેને ચોરસ કાપી લો.
એક કઢાઈમાં તેલ તપાવી રાઈ-હિંગ તતડાવો. આ ત તડકામાં એક કપ પાણી અને ખાંડ નાહી એક ઉકળા લઈ તાપ બંદ કરી નાખો.
તૈયાર તકડકાને ઢોકળા પર નાખો અને સમારેલી કોથમીર અને કોપરાનુ છીણ ભભરાવી ચટણી સાથે સર્વ કરો.