Methi Chole Recipe for diabetes: જો તમારા ઘરમાં પણ કોઈ ડાયાબિટીસનો દર્દી છે અને તે વારંવાર એક જ વસ્તુ ખાવાથી કંટાળી ગયો છે તો તમે તેને મેથીના ચણા બનાવીને ખવડાવી શકો છો. આ ખાવાથી દર્દીને નુકસાન નહીં થાય અને તેના ટેસ્ટમાં ફેરફાર થશે. આ સાથે, તે દર્દીના શુગર લેવલને પણ નિયંત્રિત કરે છે અને તે તણાવ અને ચિંતાને પણ ઘટાડે છે.
એક સંશોધન મુજબ, મેથી બ્લડ શુગરને ઘટાડવામાં મદદ કરે છે અને આ સિવાય તે ટેસ્ટોસ્ટેરોનનું સ્તર પણ વધારે છે અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓમાં દૂધનું ઉત્પાદન પણ વધારે છે. મેથી ખરાબ કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડ્સને ઘટાડવામાં પણ મદદ કરે છે, તો ચાલો જાણીએ કે તમે છોલે-મેથી કેવી રીતે બનાવી શકો છો.
બનાવવાની રીત - સૌપ્રથમ તમારે પલાળેલા ચણાને પ્રેશર કૂકરમાં 7 થી 8 સીટી વાગે અને તેને રાંધીને બાજુ પર રાખવાના છે. ત્યાર બાદ એક પેન લો અને તેમાં ઘી નાખો અને તેમાં જીરું, તમાલપત્ર, લસણ, આદુ, લીલા મરચાં અને સમારેલી ડુંગળી ઉમેરો. તેમાં મીઠું, હળદર પાઉડર અને ટામેટાં ઉમેરીને મિક્સ કરી મધ્યમ તાપ પર થોડી વાર સુધી થવા દો.
આ પછી તેમાં મેથીના પાન નાખો અને પછી તેમાં લાલ મરચું પાવડર, જીરું પાવડર, ગરમ મસાલા પાવડર અને ધાણા પાવડર નાખી થોડીવાર ધીમી આંચ પર શેકતા રહો. આ સાથે તેમાં રાંધેલા ચણા ઉમેરો અને થોડીવાર ધીમી આંચ પર હલાવતા રહો અને થોડી જ વારમાં તમારા મેથીના ચણા તૈયાર થઈ જશે. આ પછી તમે તેને ડાયાબિટીસના દર્દીને ખવડાવી શકો છો.