બનાવવાની રીત - પૌઆને એક ચારણીમાં ધોઈ લેવા, ત્યારબાદ એક વાસણમાં તેલ ગરમ કરવું, તેમાં રાઈ નાખવી. રાઈ તતડે એટલે જીરું અને હિંગ નાખવા, પછી તેમાં સમારેલ ડુંગળી નાખી એકાદ મિનીટ સાંતળી લેવી. બાદમાં સમારેલ બટાકા ઉમેરવા, મીઠું અને હળદર નાખી બે ચમચી પાણી છાંટી ઢાંકી ધીમા તાપે બટાકા પકાવવા, (બાફેલા બટાકા હોય તો તેમાં પાણી નાખવાની જરૂર નથી, ડાયરેક્ટ વઘારવા) બટાકા પાકી જાય પછી ધોયેલ પૌઆ અને સમરેલા મરચા જરૂર પડે તો મીઠું, લીંબુનો રસ અને ખાંડ નાખવા, બધું સારી રીતે મિક્સ કરવું, એકાદ મિનીટ ધીમા તાપે પકાવી, સમારેલ કોથમીર નાખી હલાવીને ગેસ બંધ કરવો, સમારેલ કોથમીર વડે સજાવવા, સજાવવા દાડમના દાણા અને લીંબુની ફાડ પણ મૂકી શકાય.