તાલિબાનનો અસલી ચેહરો : સોમનાથ મંદિર તૂટવું મોટી સફળતા ગણાવી, ભારત તાલિબાનની છબિ ખરાબ કરી રહ્યો હોવાનો આરોપ

Webdunia
બુધવાર, 6 ઑક્ટોબર 2021 (18:56 IST)
તાલિબાની નેતા અનસ હક્કાની મંગળવારે મહમૂદ ગઝનવીની કબર પાસે પહોંચ્યો હતો. ગઝનવીએ ગુજરાતના સોમનાથ મંદિર પર ઘણી વખત હુમલો કર્યો હતો. હક્કાની નેટવર્કના તાલિબાનના નવા આંતરિક મંત્રી સિરાઝુદ્દિન હક્કાનીનો નાનો ભાઈ અનસ હક્કાનીએ ગઝનવીને એક પ્રસિદ્ધ મુસ્લિમ યોદ્ધા ગણાવ્યો.

<

Today, we visited the shrine of Sultan Mahmud Ghaznavi, a renowned Muslim warrior & Mujahid of the 10th century. Ghaznavi (May the mercy of Allah be upon him) established a strong Muslim rule in the region from Ghazni & smashed the idol of Somnath. pic.twitter.com/Ja92gYjX5j

— Anas Haqqani(انس حقاني) (@AnasHaqqani313) October 5, 2021 >
કાબુલ પર કબજો કરનાર તાલીમાન હવે પોતાનો અસલી રંગ દેખાડી રહ્યું છે. ભારત ઉપર 17 વાર આક્રમણ કરી સોમનાથ મંદિરમાં લૂંટ કરનાર મહમુદ ગજનવીની કબ્ર પરતાલીમાન સરકારના નવા મંત્રી સિરાજુદ્દીન હકકાનીનો નાનો ભાઈ અનસ હકકાની પહોંચી ગજનવી એક પ્રસિધ્ધ મુસ્લિમ યોધ્ધા હોવાનું જણાવ્યુ હતું. અનસ હકકાનીએ ટ્વીટ કરી જણાવ્યું છે કેમે આજે 10મી શતાબ્દીનાં એક પ્રસિધ્ધ મુસ્લિમ યોધ્ધા અને મુજાહીદ સુલતાન મહમુદ ગજનવી કી દરગાહની મુલાકાત લીધી હોવાનું જણાવી ગજનવીને ક્ષેત્રમાં એક મજબુત મુસ્લિમ શાસન સ્થાપિત કર્યુ અને સોમનાથની મૂર્તિ તોડી હતી.
 
ગઝનવીએ તુર્ક વંશનો પહેલો સ્વતંત્ર શાસક મહમૂદ ગઝનવી હતો. જેણે 998થી 1030 ઈસ્વી સુધી શાસન કર્યું. મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર પર 17 વખત આક્રમણ કર્યુ અને છેલ્લે 1024 ઈસ્વીમાં અહી લૂંટફાટ કરવામાં સફળ રહ્યો. ગઝનવીએ ખાસ કરીને હિન્દૂ મંદિરોને નિશાનો બનાવ્યો હતો. મંદિર તે વખતે હિન્દુઓ માટે ધન, અર્થવ્યવસ્થા અને વિચારધારાનું કેન્દ્ર હતાં.
 
અનસ હક્કાની દોહામાં તાલિબાનના વાર્તાદળનો સભ્ય હતો. હક્કાની નેટવર્ક અને તાલિબાન 1990ના દશક દરમિયાન નજીક આવ્યા અને આ વખતે ખૂંખાર આતંકવાદી સંગઠન હક્કાની તાલિબાનના નેતૃત્વવાળી સરકારનો ભાગ છે. ગ્લોબલ આતંકી રહેલો સિરાઝુદ્દીન હક્કાની હાલ અફઘાનિસ્તાનનો આતંરીક મંત્રાલયનો પ્રમુખ છે.
 
થોડા દિવસો પહેલા અનસ હક્કાનીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે અફઘાનિસ્તાનના લોકો ભારતને સાચો મિત્ર માનતા નથી. ભારતે અફઘાનિસ્તાન અંગે પોતાની નીતિ માં ફેરફાર કરવો જોઈએ. તેમણે કહ્યું હતું કે, "આ દુર્ભાગ્યપૂર્ણ છે કે ભારત પક્ષપાતી છે અને છેલ્લા 20 વર્ષથી યુદ્ધ ભડકાવી રહ્યું હતું. તેમણે શાંતિ માટે કશું જ કર્યું નથી, અત્યાર સુધી તેમની ભૂમિકા નકારાત્મક રહી છે. ભારતીય મીડિયામાં પણ તેમણે તાલિબાનની ખરાબ છબી રજૂ કરી છે.

સંબંધિત સમાચાર

Next Article