સેક્સ ખૂબસૂરત અનુભવ પણ ગેપ જરૂરી

Webdunia
સેક્સ એક ખૂબસૂરત  અનુભવ છે પરંતુ તેને યોગ્ય રીતે માણવામાં આવે તે જરૂરી છે. નિષ્ણાતોનો મત છે કે સેક્સના કારણે અનેક બિમારીઓ દૂર થઈ જાય છે. સેક્સને રોમાંચક બનાવવા માટે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે તે જરૂરી ચે. નિષ્ણાંતોનુ કહેવુ છે કે દિવસના સમયમાં સેક્સ માણવો જોઈએ નહી. સેક્સ હંમેશા રાત્રે માણવામાં આવે તે જરૂરી છે. સેક્સમાં અંતર રાખવાની સલાહ આપવામાં આવી છે. તાજેતરમાં કરવામાં આવેલ સર્વેમાં જાણવા મળ્યુ છે કે સૂર્યોદયના થોડાક સમય પહેલાથી લઈને સૂર્યોદયના બાદ સેક્સ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ ખતરનાક છે. 

જે લોકો સાંજે સાત વાગ્યા સુધી ભોજન કરી લે છે. તે લોકોને બાદ કરતા જે લોકો ભોજન રાત્રે 10.11 વાગ્યે કરે છે તે લોકો અડધી રાત પછી સેક્સ માણે તે જરૂરી છે. જાણકાર લોકોએ સર્વેમાં કહ્યુ હતુ કે સેક્સને લઈને જુદા જુદા લોકોના જુદા જુદા મત છે કેટલાક લોકો સેક્સને ખૂબ જરૂરી ગણે છે. તેમના પાર્ટનરની ઈચ્છા હોય કે ન હોય તે સેક્સને મહત્વ આપે છે. પતિ અથવા પત્ની બંનેમાંથી કોઈ અન્ય તકલીફ અથવા તો મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યુ હોય તે સ્થિતિમાં સેક્સ બિલકુલ યોગ્ય નથી. પતિ અને પત્ની બંને ખૂબ ખુશ હોય ત્યારે સેક્સનો આનંદ માણવામાં આવે તેવી સલાહ નિષ્ણાંત તબીબો અને જાણકાર લોકો આપે છે.
Next Article