શુ તમે દહીમાં મીઠુ નાખીને ખાવ છો ? તો જાણી લો અને જાતે જ નક્કી કરો કે દહી ક્યારે અને કેવી રીતે ખાવુ

Webdunia
ગુરુવાર, 15 ફેબ્રુઆરી 2024 (11:11 IST)
salt in curd
 આપણે બધા દહી ખાઈએ છીએ છતા આપણને ખબર નથી કે દહી ખાવાની યોગ્ય રીત કઈ છે.  જેવુ કે કેટલાક લોકો દહીમાં ખાંડ મિક્સ કરીને ખાય છે તો કેટલાક દહીમાં મીઠુ નાખીને ખાય છે. પણ જો વાત ફક્ત મીઠુ નાખવાની કરીએ તો દહીમાં મીઠુ મિક્સ  (is curd with salt good for health) કરીને ખાવાનો કોઈ ફાયદો છે ?  તો તમને બતાવી દઈએ કે દહીમાં મીઠુ નાખીને ખાવાથી આ ફક્ત પેટની મેટાબોલિક ગતિવિધિઓને પ્રભાવિત કરી શકે ક હ્હે. એટલુ જ નહી આ પેટના ગુડ અને બેડ બેક્ટેરિયાને પણ પ્રભાવિત કરી શકે છે.  જેનાથી આપણી પાચન ક્રિયા ડિસ્ટર્બ રહે છે. તો આવો જાણીએ દહીમાં મીઠુ નાખીને ખાવુ કે નહી. જો ખાવામાં આવે તો કંઈ સ્થિતિમાં આને નજરઅંદાજ કરવુ જોઈએ. 
 
શુ દહીમાં મીઠુ નાખીને ખાવુ ખોટુ છે ?
દહીમાં મીઠુ નાખીને ખાવુ, દહીના ગુણોનુ નુકશાન  (curd with salt side effects) કરે છે.  આ અમે નહી પણ ન્યુટ્રિશનિસ્ટ કહે છે. ઉલ્લેખનીય છે કે જ્યારે તમે દહીમાં મીઠુ મિક્સ કરો છો તો તેના ગુડ બેક્ટેરિયાને નુકશાન કરે છે. તેનાથી આપણુ ગુડ બેકેટ્રિયાનો કોઈ ફાયદો મળતો નથી અને મેટાબોલિજ્મ જેવુ હશે તેવુ જ રહી જાય છે. 
 
મીઠુ દહીના એસિડિક ગુણને બેઅસર કરે છે. 
દહી એક એસિડિક ફુડ છે અને મીઠુ આ એસિડિક ગુણને બેઅસર કરવામાં મદદ કરે છે. જેનાથી તેને પચાવવુ સરળ થઈ જાય છે. આનાથી એ લોકોને ફાયદો મળે છે જે દહીના વિટામિન સી ને કારણે તેને ખાવાથી બચે છે. કારણ કે દહી ખાવાથી તેમને એસીડિટી થાય છે. 
 
તો દહી ક્યારે અને કેવી રીતે ખાવુ ?
દહીને તમે સવારે ખાવ અને કોશિશ કરો કે તેમા મીઠુ અને ખાંડ મિક્સ ન કરો. જો તમને દહી ખાવાથી એસિડિટીની સમસ્યા થાય પણ તો તેમા સેંધાલૂણ મિક્સ કરી લો. આવુ કરવાથી તમારા દહીના ગુણોને વધુ નુકશાન પણ નહી થાય  અને આ તમારા આરોગ્ય માટે લાભકારી પણ રહેશે.  તો આ તમામ કારણોને લીધે તમારે દહીમાં મીઠુ મિક્સ કરીને ન ખાવુ જોઈએ. 
 

સંબંધિત સમાચાર

Next Article