Best Time To Drink Green Tea - ગ્રીન ટી પીવાનો યોગ્ય સમય અને રીત

Webdunia
ગુરુવાર, 8 જૂન 2023 (16:23 IST)
green tea
 દુનિયાભરમાં વજન ઓછુ કરવા અને મેટાબોલિજ્મને વધારવા માટે ગ્રીન ટી (Green Tea)સૌથી બેસ્ટ ડ્રિંક માનવામાં આવી રહ્યુ છે. જેના ફાયદાને જોતા ગ્રીન ટીને લોકો ખૂબ પીએ છે. પણ ગ્રીન ટી પીવાનો યોગ્ય સમય અને રીત શુ છે.  મોટાભાગના લોકોને ખબર નથી અને આ જ કારણથી ગ્રીન ટી ફાયદા કરવાને બદલે શરીરને ખૂબ નુકશાન પણ પહોચાડી શકે છે. 
 
જો તમે પણ વજન ઓછુ કરવા અને ફિટનેસ માટે ખૂબ ગ્રીન ટી પીવો છો તો તમારે માટે આ લેખ ખૂબ જ ઉપયોગી છે. જેના દ્વારા તમે ખુદ અને તમારા જેવા ગ્રીન ટી ના દિવાનાને ગ્રીન ટી પીવાનો યોગ્ય સમય અને રીત બતાવી શકશો. 
 
તમારા મનમાં ગ્રીન ટી (Green Tea)ને લઈને અનેક સવાલ આવી શકે છે. મતલબ કે શુ ખાલી પેટ ગ્રીન ટી પીવી જોઈએ ? જમ્યા પછી કેટલા સમય પછી ગ્રીન ટી પીવી જોઈએ એક દિવસમાં કેટલી ગ્રીન ટી પીવી જોઈએ ? આ બધા સવાલોના જવાબ અહી આપવામાં આવ્યા છે. 
 
 ગ્રીન ટી પીવાનો યોગ્ય સમય (Best time to drink Green Tea)
 
સવારે 10 થી 11 વચ્ચે
નાસ્તા પછી સાંજે 5 થી 6
રાત્રે સૂવાના 2 કલાક પહેલા ગ્રીન ટી પીવી જોઈએ.
ભોજનના 1 કલાક પહેલા અથવા 1 થી 2 કલાક પછી પીવો
સવારની કસરતના લગભગ 30 મિનિટ પહેલાં 
 
સવારે 10 થી 11 - ગ્રીન ટી પીવાનો યોગ્ય સમય સવારે 10થી 11 વાગ્યાની વચ્ચેનો છે. આ દરમિયાન તમારા શરીરને સવારે કરવામાં આવેલ નાસ્તાને પચાવવા માટે અતિરિક્ત મેટાબોલિજ્મની જરૂર હોય છે.  આ સમયે ગ્રીન ટી પીવાથી નાસ્તો સારી રીતે હજમ થાય છે અને તેની ઉર્જાથી આખો દિવસ શરીર ચુસ્ત અને તાજગીભર્યુ રહે છે. 
 
આમ જોવા જઈએ તો સવારનો સમય આપણે સૌથી હેલ્ધી નાસ્તો કરીએ છીએ, જે આખો દિવસ આપણને ઉર્જા પ્રદાન કરે છે. પણ સાથે જ આ નાતાનો યોગ્ય રીતે એનર્જીમાં બદલાવવુ ખૂબ જરૂરી છે અને આ કામ ગ્રીન ટી કરે છે. 
 
સાંજે ગ્રીન ટી પીવાનો સમય - સાંજે નાસ્તા પછી 5 થી 6 વચ્ચે ગ્રીન ટી પીવાથી તમરા શરીરમાં આખો દિવસ એકત્ર થયેલા ટૉક્સિક પદાર્થ બહાર નીકળી જશે. તેનાથી બપોરના ભોજનનુ પાચન પણ સારી રીતે થઈ જશે. દિવસભર આપણે જે ખાઈએ છીએ અને પીવીએ છીએ સાંજના સમયે તેનુ પાચન થવુ જરૂરી છે અને આ કામ માટે ગ્રીન ટી ની મદદ લેવી જોઈએ. 
 
સાંજના સમયે ગ્રીન ટી પીવાથી ભોજનમાં ઉર્જા મળે છે. સાથે જ ટૉક્ટિક તત્વ જે આપણા શરીરની અંદર એકત્ર થયા છે તે યૂરીન દ્વારા બહાર નીકળી જાય છે. 
 
રાત્રે ગ્રીન ટી પીવાનો યોગ્ય સમય 
 
વિશેષજ્ઞનુ કહેવુ છે કે રાત્રે ગ્રીન ટી બિલકુલ ન પીવી જોઈએ. સાંજ પછી ગ્રીન ટી લેવાથી ઉંઘમાં અવરોધ અને એસિડીટી (Acidity)થઈ શકે છે. ગ્રીન ટીમાં રહેલા કૈફીન આપણા મગજને કાર્ય કરવા માટે પ્રેરિત કરે છે જ્યારે કે રાતના સમય સૂવા આ અનુકૂળ નથી. 
 
આવામાં જો તમે રાત્રે ગ્રીન ટી પીવો છો તો શરીર થાકેલુ હોવા છતા તે તમારા મગજને સૂવા નહી દે અને તેનાથી શરીરમાં અનેક પ્રકારના કૉમ્પલિકેશન ઉભા થશે. 
 
તેથી ડોક્ટર મુજબ સૂવાના 2 કલાક પહેલા ગ્રીન ટી પી લેવી જોઈએ.  

 
કસરત પહેલા - કસરત કરતા પહેલા સવારે ગ્રીન ટીનું સેવન કરવું જોઈએ. સવારે કસરત કરતા લગભગ 30 મિનિટ પહેલા ગ્રીન ટીનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. કસરત દરમિયાન ગ્રીન ટીમાં જોવા મળતું કેફીન વર્કઆઉટ માટે જરૂરી એનર્જી પ્રદાન કરે છે. આ સાથે ગ્રીન ટી વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. વ્યાયામ પહેલા પીવી ગ્રીન ટી શરીરની વધારાની ચરબી ઘટાડવામાં મદદરૂપ છે. પરંતુ ધ્યાન રાખો કે કસરત કરતા પહેલા ગ્રીન ટી પીતી વખતે તેમાં મધ ન નાખવું જોઈએ.
 
કસરત પછી - કસરત પછી ગ્રીન ટી ન પીવી જોઈએ. અમેરિકાની પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટીના ફૂડ સાયન્સ વિભાગના અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે જો નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ પીડિત લોકો એક્સરસાઇઝ કર્યા પછી ગ્રીન ટી પીવે તો તેમની સમસ્યા ઓછી થઈ શકે છે. પરંતુ જો તમે વર્કઆઉટ કરો છો તો તમારે વર્કઆઉટ પછી ગ્રીન ટીનું સેવન ન કરવું જોઈએ.

સંબંધિત સમાચાર

Next Article