ચાલવાથી શરીરને પુરતો ઓક્સીજન મળે છે. ચાલવા માટે જે શારીરિક શ્રમ કરવો પડે છે તેમાં પરસેવો ખુબ નીકળે છે જેથી કરીને શરીરમાં જો કોઇ વિજાતીય દ્રવ્યોનો સંગ્રહ થયો હોય તો તે પણ પરસેવા સાથે બહાર નીકળી જાય છે. આપણે જે ખોરાક ખાઇએ છીએ તેમાંથી ઘણા રાસાયણીક પદાર્થો શરીરને મળે છે જેમાંથી શરીરને સ્વસ્થ્ય રાખવા માટે શરીરમાં જે બીનજરૂરી અંશ હોય તે નીકળી જાય તે જરૂરી છે. પરસેવો તેનું સશક્ત સાધન છે એટલા માટે ચાલવાથી આપણને ઘણો લાભ થાય છે.
સવારે ચાલવાથી સ્વાસ્થ્ય સારૂ રહે છે કેમકે સવારે સ્વચ્છ અને શુધ્ધ હવા મળે છે. સાથે સાથે શરીરના બધા જ અવયવો પણ ક્રિયાશીલ થઇ જાય છે. વળી મન અને શરીર પણ હલકુ થઇ જાય છે. આની પ્રશંસામાં એતરેપ બ્રામણનો એક મંત્ર છે-
વધુ ઉઘનાર માણસ કળયૂગી છે, નિદ્રાનો ત્યાગ કરનાર દ્વાપરયુગી, ઉભો રહેનાર ત્રેતાયુગી છે અને ચાલનાર માણસ કૃતયુગી છે. કૃતયુગીનાં ગુણોની ચર્ચા કરતા ચરકે કહ્યુ છે કે-
'आरोगाः सर्व सिद्धार्थाश्चतर्वर्ष शताः युषः। कृते त्रेतादिषु ह्योषह्युर्हृसति॥'
તાત્પર્ય સ્પષ્ટ છે કે ચાલનાર માણસ રોગમુક્ત, બધી જ સિધ્ધિઓને પ્રાપ્ત કરનાર હોય છે.
ચાલવાથી કફ અને સ્થુળતાનો નાશ થાય છે. જેટલુ ચાલવાથી શરીરને કષ્ટ ન થાય છે તેટલુ ચાલવાથી આયુષ્ય, બળ, મેઘા અને અગ્નિ વધે છે તેમજ ઇન્દ્રીયો પણ સચેત થાય છે.
અંગ્રેજી ડો. સિડને હોમની પાસે સાંધાનો એક દરદી આવ્યો તો તેને સીડને હોમે જણાવ્યું કે 200 માઇલની ઘોડેસવારી કરો તેનાથી આ રોગ દૂર થઇ જશે અને તે રોગી સારો થઇ ગયો. તમારે 200 માઇલ ચાલવાની પણ જરૂર નથી અને ઘોડો ખરીદવાની પણ જરૂર નથી. તમે જેટલુ ચાલી શકો છો તેટલુ જ ચાલો.
યૂનાની લોકોનું માનવું છે કે સ્વસ્થ્ય જીવન જીવવા માટે લાંબી પગયાત્રા દવાનું કામ કરે છે. યૂનાની લેખક પ્લીની તથા એડલરે ચાલવાને ઇચ્છાને ઉપલબ્ધ ઔષધ કહ્યું છે. આની પર ટીકા કરતાં એક અન્ય વિદ્વાને પણ જણાવ્યું છે કે તમે ચાલવાનું શરૂ કરો અને હંમેશા તેનું પાલન કરવું આ બંને માટે વ્યક્તિમાં પ્રબળ ઇચ્છા શક્તિની આવશ્યકતા છે.
માનસિક, ભાવનાત્મકતા ગડબડ માટે ઉપચાર સ્વરૂપે સવારે ચાલવાની સલાહ આપી છે. વધારે ભાવુક વ્યક્તિને સવારે તેમજ સાંજે ચાલવાનું કહેવામાં આવ્યું છે. બુધ્ધિ ભ્રમ દૂર કરવા માટે ઝડપી ચાલવાનુ કહ્યું છે. ઝડપી ચાલવાથી વજન પણ ઓછુ થાય છે અને શરીર સુગઠિત રહે છે.
કેલીફોર્નિયા વિશ્વ વિદ્યાલયની સ્કૂલ ઓફ મેડિસીનનાં થોડાક પ્રયોગો સિજોફ્રેનિયા રોગીઓ પર કરવામાં આવ્યાં અને શોધકર્તા એવા નિષ્કર્ષ પર પહોચ્યા કે મગજને જરૂરી ઓક્સીજન ન મળવાથી આ રોગ થાય છે. આ પ્રમાણે હેનોબોરના ડૉ. શિવજર્ટની શોધ છે કે કેંન્સરયુક્ત ટીશુમાં ઓક્સીજનની માત્રા ઓછી હોય છે. તેઓનું કહેવુ છે કે શરીરને વધારે ઓક્સીજનની ઉપલબ્ધી માટે વ્યક્તિએ બે મીલ ચાલવું જોઇએ.
કસરત એક જરૂરી ચીજ છે અને ચાલવું એક એવી કસરત છે જેને બિમારથી લઇને સારી વ્યક્તિ પણ કરી શકે છે. યોગ્ય જાણકાર ચિકિત્સકના માર્ગદર્શનથી તમે સારુ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકો છો.