પીનટ બટર ખાવામાં સ્વાદિષ્ટ તો છે જ, સાથે જ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ તે ખૂબ જ સારું માનવામાં આવે છે. તેને મગફળીને વાટીને અથવા રોસ્ટ કરીને તૈયાર કરવામાં આવે છે. તેની વિશેષતા એ છે કે તેમાં ન તો ખાંડ હોય છે અને ન તો કોઈ પ્રકારની ખરાબ ચરબી. પીનટ બટર પ્રોટીનનો સારો સ્રોત છે.
હેલ્થ એક્સપર્ટ્સ માને છે કે જો તમે બદામ, અખરોટ જેવા મોંઘા ડ્રાય ફ્રુટ્સ ન ખાઈ શકો તો તમારે પીનટ બટરનું સેવન કરવું જોઈએ કારણ કે તેના ફાયદા આ ડ્રાય ફ્રુટ્સ જેવા જ છે. તમામ દેશોમાં ફિટનેસ પસંદ કરનારા લોકો આજકાલ પીનટ બટરને ખૂબ પસંદ કરે છે. જાણો તેના આશ્ચર્યજનક ફાયદાઓ.
બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા
સામાન્ય રીતે માખણનું સેવન તમારું વજન અને ખરાબ કોલેસ્ટ્રોલ વધારે છે, પરંતુ પીનટ બટર તમારા વજનને ઘટાડવામાં તેમજ ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ઉપયોગી માનવામાં આવે છે. એક ચમચી ઓર્ગેનિક પીનટ બટરમાં લગભગ 100 કેલરી હોય છે, આ કેલોરી મોનો-અનસૈચુરેટેડ ફેટના રૂપમાં હોય છે. મોનો-અનસૈચુરેટેડ ફેટ તમારા વજનમાં વધતા અને હૃદય રોગનું જોખમ અટકાવે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે. પીનટ બટર હાર્ટ એટેકનું જોખમ પણ ઘટાડે છે.
પ્રોટીનની કમી પૂરી કરે છે
જો તમે દરરોજ કઠોળ વગેરે નથી ખાઈ શકતા તો તમારે પીનટ બટર ખાવું જોઈએ. 100 ગ્રામ પીનટ બટરમાં 25 ગ્રામથી વધુ પ્રોટીન હોય છે. આવી સ્થિતિમાં, તેનું સેવન કરીને, તમે તમારા શરીરમાં પ્રોટીનની કમી પૂરી કરી શકો છો. પીનટ બટર જિમ જતા લોકો જે પ્રોટીન પાછળ ઘણો ખર્ચ કરે છે તેમને માટે સૌથી સારો વિકલ્પ છે
આંખોના સારા સ્વાસ્થ્ય માટે
આજકાલ લોકો આખો દિવસ લેપટોપ કે મોબાઈલ પર વ્યસ્ત રહે છે. આવી સ્થિતિમાં આંખો ખૂબ થાકી જાય છે અને તેની ખરાબ અસર પડે છે. જો તમને આંખોને સ્વસ્થ રાખવા માંગો છો તો તમે પીનટ જરૂર ખાવુ જોઈએ. તેમાં રહેલ વિટામિન એ તમારી આંખો માટે ખૂબ સારું માનવામાં આવે છે.
પાચન તંત્ર સુધારે છે
પીનટ બટર હાઈ ફાઇબરનુ સ્ત્રોત છે. તેના સેવનથી પાચન તંત્ર મજબૂત બને છે અને તમારુ પાચન તંત્ર વધુ સારી રીતે પોતાનું કામ કરી શકે છે. પાચન તંત્રની સારી કામગીરીને કારણે તમારું શરીર તમામ રોગોથી બચી જાય છે. તેનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, સાથે જ શરીરને પુષ્કળ ઉર્જા પણ મળે છે.
બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઘટાડે છે
તમને જાણીને આશ્ચર્ય થશે કે પીનટ બટર મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઘટાડે છે. જર્નલ બ્રેસ્ટ કેન્સર રિસર્ચ એન્ડ ટ્રીટમેન્ટમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે 9 થી 15 વર્ષની જે છોકરીઓ દરરોજ પીનટ બટરનું સેવન કરે છે. તેમને 30 વર્ષની ઉંમર સુધીમાં સ્તન કેન્સર થવાનું જોખમ 39 ટકા ઓછું રહે છે.