રોજ-રોજની કબજીયાતની સમસ્યાથી પરેશાન છો ? તો બસ ડાયેટમાં સામેલ કરો આ એક વસ્તુ

Webdunia
મંગળવાર, 9 મે 2023 (12:00 IST)
આજકાલની લાઈફસ્ટાઈલના કારણે મોટેભાગે લોકોને કબજિયાતની સમસ્યા રહે છે. કોઈને કબજિયાત થતા વધુ સમસ્યા થતી નથી તો બીજી બાજુ કેટલાક માટે કબજિયાત એક ગંભીર સમસ્યા બની જાય છે.  પણ જો તમે સમય રહેતા સમજી લેશો કે તમને કબજિયાતની સમસ્યા કયા કારણોને લીધે થઈ રહી છે તો તેમા સુધાર કરીને તમે આ પરેશાનીથી મુક્તિ મેળવી શકો છો.  કબજિયાત તરત જ કેવી રીતે દૂર કરીએ ? જો આ સવાલ તમારા મનમાં પણ આવે છે અમે તમને તેનો પરમાનેંટ ઈલાજ બતાવવી રહ્યા છીએ.  કબજિયાતમાં દલિયા જેને ગુજરાતીમા ઘઉંના ફાડિયા તમારે માટે લાભકારી સાબિત થાય છે. જો તમે તેને તમારા ડાયેટમાં સામેલ કરશો તો આ ગંભીર સમસ્યાથી  મુક્તિ મેળવી શકો છો. 
 
દલિયા ખાવાના ફાયદા (benefits of eating porridge)
 
દલિયાને બ્રોકન વ્હીટ પણ કહેવાય છે. તેને સવારે નાસ્તામાં ખાવાથી અનેક ફાયદા થાય છે. દલિયામાં ફાયબર હોય છે. જેને કારણે તમને જલ્દી ભૂખ લાગતી નથી અને તમે વધુ ખાવાથી પણ બચી જશો. ફાઈબરને કારણે તમારી પાચન ક્રિયા સુધરશે જેનાથી કબજિયાત જેવી સમસ્યા જલ્દી ખતમ થઈ જશે. જો તમે દલિયાને સવારે નાસ્તામાં સામેલ કરશો તો તમને તેના ફાયદા ખૂબ જલ્દી જોવા મળશે.  દલિયામાં રહેલ વર્તમાન ફાઈબર મળ ત્યાગમાં પણ સહાયક હોય છે. દલિયામાં રહેલા ફાઈબર આપણા આંતરડા માટે સારા હોય છે. તેનાથી આંતરડાને સાફ થવામાં મદદ મળે છે.  
 
દલિયા શામાંથી બને છે ? (What is dalia made of?)
 
કોઈપણ જાડા અનાજના દાનેદાર ચુરાને આપણે દલિયા કહીએ છીએ. ભારતમાં મોટાભાગે દલિયા ઘઉમાંથી બને છે. પણ તમે મકાઈ, જુવાર અને બાજરામાંથી પણ દલિયા બનાવી શકો છો.   
 
દલિયા ખાવાનો યોગ્ય સમય અને રીત 
 
કબજિયાતની સમસ્યાનો સામનો કરી રહેલા લોકો માટે દલિયા લાભકારી સાબિત થાય છે. દલિયા સવારે નાસ્તામાં ખાવો જોઈએ જેનાથી તમે આખો દિવસ સારુ અનુભવ કરશો. દલિયાને તમે દૂધમાં મિક્સ કરીને કે પછી નમકીન બનાવીને પણ ખાઈ શકો છો.  તમે તેને જ્યારે પણ ખાવ ત્યારે ખૂબ ચાવી ચાવીને ખાવ જેનાથી પેટમાં ગયા પછી તે જલ્દ્દી પચી જાય. 
 

સંબંધિત સમાચાર

Next Article