રિઝર્વ બેંક ઓફ ઈંડિયા (આરબીઆઈ) દ્વારા રેટ કટની આશા અને વિદેશી બજારોમાંથી મળી રહેલ સકારાત્મક સંકેટોથી આજે શેયર બજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો. વેપારી સપ્તાહના પહેલા જ દિવસે શેયર બજારે 39 હજારના રેકોર્ડ સ્તરને પાર કરી લીધો. મુંબઈ સ્ટોક એક્સચેંજના 30 શેયરવાળા સંવેદી સૂચકાંક સેંસેક્સ 185.97 અંકોની તેજી સાથે 38,858.88 પર ખુલ્યો અને શેયરમાં જોરદાર ખરીદીને કારણે બજારે તરત 39 હજારની ઊંચાઈને પાર કરી લીધી. નેશનલ સ્ટોક એક્સચેંજના નિફ્ટીમાં પણ જોરદાર તેજી આવી.
આર્થિક ગતિવિધિઓને પ્રોત્સાહન આપવા માટે રિઝર્વ બેંક તરફથી વ્યાજદરમાં કપાત કરવાના અનુમાનથી રોકાણકારો ઉત્સાહિત છે. સકારાત્મક વિદેશી સંકેટો અને ઘરેલુ મુદ્રામાં આવેલ મજબૂતીથી બજારને સપોર્ટ મળ્યો અને જોરદાર લેવાલી જોવા મળી રહી છે. સવારે લગભગ 10.18 વાગ્યે 335 અંકોના ઉછાળા સાથે સેંસેક્સ 39000ના સ્તર પર પહોચ્યો તો નિફ્ટી પણ રેકોર્ડ ઊંચાઈના લગભગ 11700 ના પાર વેપાર કરી રહ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે 9 ઓગસ્ટ 2018ના રોજ સેંસેક્સ પહેલીવાર 38,000 ગયો હતો.
તેજી આવવાનુ કારણ ઘાતુ, વાહન અને નાણાકીય કંપનીઓના શેરોમાં ઝડપી અને વૈશ્વિક સંકેતોના સકારાત્મક વલણ છે. બ્રોકરો મુજબ ચીન-અમેરિકાની વચ્ચે વેપાર વાર્તાને કારણે એશિયાઈ બજારોમાં સકારાત્મક વલણ જોવા મળ્યુ. આ ઉપરાંત માર્ચમાં ચીનના વિનિર્માણ ગતિવિધિઓ વધી છે. તેની પણ અસર ઘરેલુ બજાર પર પડી છે.