ફેસબુકની કમાણી સાંભળીને ચોકી જશો.

Webdunia
સોમવાર, 13 નવેમ્બર 2017 (15:38 IST)
ભારતમાં ફેસબુકની કમાણી સાંભળીને તમે ચોંકી જશો. અમેરિકા પછી ફેસબુક ઉપયોગ કરનારાઓની મોટી સંખ્યા ભારતમાં છે. કંઈક આવી જ સ્થિતિ લિંકડઈન અને ટ્વિટરની પણ છે. 
 
સોશિયલ નેટવર્કિંગની આ દિગ્ગજ કંપનીઓ ભારત્માં ખૂબ મોટા 'યુઝર્સ બેઝ' રાખે છે. મોટી સંખ્યામાં યૂઝર હોવા છતા પણ કંપનીઓની કમાણી ખૂબ જ ઓછી છે.  ડિઝિટલ માર્કેટમાં કમાણી બાબતે ગુગલ સૌથી આગળ છે. ભારતમાં લગભગ 10 કરોડ ફેસબુક યુઝર્સ છે. લિંકડ્ડનની બીજો સૌથી મોટો બજાર ભારતનો જ છે.  
 
ટ્વિટર માટે ભારત ત્રીજો સૌથી મોટો બજાર બનવાની કગાર પર છે. જો કે ભારતીય ગ્રાહકો પાસેથી પૈસા કમાવવા બાબતે આ ત્રણેય કંપનીઓ ફિસડ્ડી છે.  સોશિયલ નેટવર્કિંગ બજારમાં આ કંપનીઓ ભારત પાસેથી પોતાની કુલ કમાણીના 0.1 ટકા જ કમાવી શકે છે.   
 
કમાણીની નવી રીતો શોધી રહી છે કંપનીઓ 
 
જો કે ભારતમાં સ્માર્ટફોનના વધતા ઉપયોગ સાથે જ આ કંપનીઓ કમાણીની નવી રીત શોધવામાં લાગી ગઈ છે. કંપનીઓનુ માનવુ છે કે ભારતના મોટાભાગના ગ્રાહકો સાધારણ ફોન દ્વારા ઈંટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે.  
 
ટ્વિટરનુ કહેવુ ચ હે કે ભારતમાં મોટાભાગના ગ્રાહકો સાધારણ ફોન દ્વારા ઈંટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે. જેનાથી અમારી કમાણી પ્રભાવિત થઈ રહી છે. ડિઝિટલ માર્કેટમાં કમાણીમાં કમી માટે અન્ય કારણ પણ જવાબદાર ઠેરવાય રહ્યા છે. 
 
મતલબ ભારતીય ગ્રાહકો એવા લિંક પર ક્લિક કરવુ પસંદ નથી કરતા જે તેમને બીજી વેબસાઈટ પર લઈ જાય. 
 
ફેસબુકની પુર્ણ કમાણીમાં ભારતનુ યોગદાન માત્ર 0.1 ટકા છે.  
 
 
ફેસબુકની કેટલી કમાણી છે 
 
આમ તો ફેસબુકની કુલ કમાણીની વાત કરીએ તો કંપનીએ પોતાની બીજી ત્રિમાસિકમના પરિણામમાં જણાવ્યુ છે કે 30 જૂનના રોજ ખતમ થતી ત્રિમાસિકમાં ફેસબુકની કુલ આવક 2.91 અરબ અમેરિકી ડોલર રહી.  
 
દુનિયાભરથી લગભગ 40 કરોડ એક્ટિવ યૂઝ ફક્ત મોબાઈલ પર ફેસબુકનો ઉપયોગ કરે છે. ફેસબુકની કુલ સંખ્યા લગભગ 1.3 અરબ યુઝર છે. જેમાથી લગભગ 10 કરોડ યૂઝર ભારતીય છે. 
 

સંબંધિત સમાચાર

Next Article