Face glowing Tips-સવારે કાચા દૂધથી ચહેરા પર માલીશ કરો અને થોડીવારમાં સૂકી જાય પછી ખાવાનું મીઠું લગાવીને તેને પોતાની સ્કીન પર રગડવું. તેનાથી ચહેરા પર રહેલ મેલ અને મૃત ત્વચા નિકળી જશે.
ગ્લોઈંગ સ્કીન માટે એલોવેરા ગુલાબ જળ
એલોવેરા જેલ અને ગુલાબ જળને સમાન માત્રામાં મિક્સ કરો. તે મિક્સને ચેહરા અને ગરદન પર લગાવો તેનાથી થોડી વાર મસાજ કરવી તેને ત્વચા પર 15 થી 20 મિનિટ માટે રહેવા દો ત્યારબાદ સોફ્ટ ટૉવેલથી સાફ કરી લો. આ ત્વચા પર પ્રાકૃતિક ચમક લાવવામાં મદદ કરશે તમે દિવસ બે વાર તેનો ઉપયોગ કરી શકો છો.
ચોખાનુ પાણી ફક્ત તમારુ આરોગ્ય જ નહી પણ તમારા ચેહરાને નિખારવામાં પણ મદદ કરે છે. બાફેલા ચોખાનુ પાણી એટલે કે માંડમાં પ્રોટીન વિટામિન અને એંટી ઓક્સીડેંટ ભરપૂર માત્રામાં હોય છે. જે ત્વચાની અનેક સમસ્યાઓને દૂર કરીને સ્કિનને જવા બનાવી રાખે છે. તેનાથી તમારી ત્વચા વય કરતા લગભગ 10 વર્ષ વધુ જવાન જોવા મળે છે.