મત આપવો તે પણ એક ધર્મ છે- સુરતના ગુરૂકુળના સંતોએ કર્યું મતદાન

Webdunia
શનિવાર, 9 ડિસેમ્બર 2017 (13:37 IST)
ગુજરાતમાં મહત્વનું કહી શકાય એવું ચૂંટણી પર્વ ચાલી રહ્યું છે ત્યારે સંતોએ પણ મતદાન કરીને ચૂંટણી પર્વનો લ્હાવો લીધો હતો. હંમેશા મંદિરોમાં લોકો પાસે શ્રદ્ધાથી અને ભક્તિથી ગુરૂદક્ષિણા માટે દાન માંગતાં સંતો આજે દાન કરવા નિકળ્યાં હતાં. વેડ રોડ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ સુરતના શ્રી પ્રભુ સ્વામી ૧૫ જેટલા સંતો સાથે અંગત અને તે પણ ગુપ્તદાન કરવા નાજાવડ ગામ ખાતે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં લાઇનમાં ઉભા રહી સુરત કતારગામ વિધાનસભા-૧૬૬માં કિંમતી મતનં દાન કરી રાષ્ટ્રભકિત અદા કરી રહ્યા છે. તેઓએ કહ્યું હતું કે, શાસન રાજધર્મ છે તો મત આપવો તે આપણો ધર્મ છે. તેમ પ્રભુસ્વામી જણાવે છે.

સંબંધિત સમાચાર

Next Article